વિજાપુર ના મણિપુરા ગામે મેલેરીયા વિરોધી માગૅદશૅન શિબિર યોજાઈ - At This Time

વિજાપુર ના મણિપુરા ગામે મેલેરીયા વિરોધી માગૅદશૅન શિબિર યોજાઈ


મહેસાણા જિલ્લા ના તાલુકા વિજાપુર શહેરમાં મેલેરીયા વિરોધી જૂન ૨૦૨૪ માસ ની ઉજવણી ના ભાગરૂપે .. મણિપુરા ગામે રાત્રી સભા યોજાઈ....જિલ્લા મેલેરિયા શાખા મહેસાણા અને તાલુકા હેલ્થ કચેરી વિજાપુર ના માર્ગદર્શન હેઠળ મેલેરિયા વિરોધી જૂન .૨૦૨૪ માસ ની ઉજવણી ના ભાગરૂપે ..રાત્રી સભા યોજાઈ.જેમાં સુપરવાઈઝર શ્રી મહેન્દ્રભાઈ વાઘેલા દ્વારા ..મેલેરિયા રોગ ના ચિહનો .લક્ષણો..નિદાન અને સારવાર ની માહિતી આપી સાથે સાથે મેલેરિયા નો રોગ ન થાય તે માટે મચ્છર ઉત્પતિ સ્થાનો શોધી નાશ કરવા માટે જણાવેલ ..મેલેરિયા મચ્છર ચોખા પાણી માં ઈંડા મૂકે છે તેમાં થી પોરા બને છે અને કોશેટો બને છે..આમ ઇડા મૂક્યા બાદ ૧૨ થી ૧૪ દિવસ માં મચ્છર બની જાય છે...માદા મચ્છર કરડે તો જ મેલેરિયા થાય છે અને મેલેરિયા નો મચ્છર રાત્રી સમય દરમ્યાન કરડે છે .તેવી સમજ આપી..પાણી ભરવાના પાત્રો ઢાંકી ને રાખવા..દર અઠવાડિયે એક વાર પાણી ના પાત્રો ખાલી કરી ને ચુસ્ત ઢાંકણ થી બંધ કરવા માટે સમજ આપી..મોટા હોજ અને હવાડા માં ગપ્પી ફિશ મૂકવા માટે સમજ આપી..પોરા અને ગપ્પી ફિશ નું નિદર્શન કરવામાં આવ્યું ..આ પ્રસંગે જિલ્લા સદસ્ય શ્રી હાજર રહ્યા.તેમજ મોટી સંખ્યા માં ગ્રામજનો હાજર રહ્યા..સબ સેન્ટર ભાવસોર નો સ્ટાફ હાજર રહ્યો... રિપોર્ટર મુકેશ કે પ્રજાપતિ વિજાપુર ખરોડ મોબાઈલ નંબર ૯૯૯૮૨૪૦૧૭૦


9998240170
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.