અનેક લોકોને છેતરનાર ભૂતબંધુએ વધુ એક વેપારી સાથે રૂા.20 લાખની છેતરપીંડી આચરી - At This Time

અનેક લોકોને છેતરનાર ભૂતબંધુએ વધુ એક વેપારી સાથે રૂા.20 લાખની છેતરપીંડી આચરી


શહેરમાં અનેક લોકોને છેતરનાર ભૂત બંધુએ વધું એક વેપારી સાથે રૂ.20 લાખની છેતરપીંડી આચરી હતી. ન્યુ મેઘાણી સોસાયટીમાં દુકાન ધરાવતાં વેપારી ધર્મેશભાઈ સોજીત્રા પાસેથી દિપ અને પ્રણવ ભુતે મકાન લેવાં 12 દિવસ પુરતાં રૂ.20 લાખ ઉછીના લીધાં બાદ આરોપી બંધુએ હાથ ઊંચા કરી છેતરપીંડી આચરી ધમકી આપતાં ભક્તિનગર પોલીસ મથકમાં ફરીયાદ નોંધાઈ હતી.
બનાવ અંગે હરિધવા મેઈન રોડ પર ભવનાથ પાર્ક શેરી નં.09 માં રહેતાં ધર્મેશભાઈ કરશનભાઈ સોજીત્રા (ઉ.વ.40) એ નોંધાવેલ ફરિયાદમાં આરોપી તરીકે દિપ ધીરૂ ભૂત અને તેનો ભાઈ પ્રણવ ભૂતનું નામ આપતાં ભક્તિનગર પોલીસે છેતરપીંડીની કલમ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. વધુમાં ફરિયાદીએ જણાવ્યું હતું કે, તેઓ સહકાર મેઇન રોડ ઉપર ન્યુ મેઘાણી સોસાયટી શેરીનં.06 ની સામે પાર્થ સેલ્સ એજન્સી નામે છેલ્લા 15 વર્ષથી દુકાન ધરાવી પાનમસાલા હોલસેલમાં વેચવાનુ કામ કરે છે. તેમની દુકાને એકાદ વર્ષ પહેલા દિપ ભુત નામનો વ્યકિત માવા-મસાલાનો સામાન લેવા માટે આવેલ હતો.ત્યારબાદ અવાર નવાર આવતો હોય જેથી દિપ ભુત સાથે સારો પરીચય થઇ ગયેલ અને તેને પોતાના મોબાઇલ નંબર આપેલ હતા. દિપ અવાર-નવાર દુકાને આવતો હોય જેથી મારે તેની સાથે મીત્રતા થઇ ગયેલ હતી.
દિપ સાથે તેનો મોટો ભાઈ પ્રણવ ભુત આવતો હોય જેથી તેની સાથે પણ પરીચય થયેલ હતો. દિપ રામનગર શેરીનં.02 માં રામદેવ પીરના મંદિર પાસે રહે છે તેવુ કહેલ હતુ. દિપ દુકાને આવતો ત્યારે પોતે જમીન મકાનનો મોટા પાયે ધંધો કરે છે અને પોતાને બેન્કમાં મોટી સેટલમેન્ટ છે. મકાનમાં શીલ થઈ ગયેલ હોય તો તે સેટલમેન્ટ કરીને છોડાવી દયે છે તેવી વાતો કરતો હતો. સવા બે મહીના પહેલા તે તેના મીત્ર યોગેશભાઈ વાડોદરીયા સાથે દુકાન ઉપર અગાઉ મકાન ભાગમાં લીધેલ તે મકાન વેચેલ હોય અને તેના રૂ.20 લાખ તેની પાસે છે તેવી વાતચીત કરેલ ત્યારે દિપ ભુત દુકાને હાજર હોય આ વાત તેને સાંભળેલ હતી.
થોડા દિવસ બાદ દિપ ભુત દુકાને આવેલ અને કહેલ કે, મે મવડીમાં બાલાજી હોલ પાસે ગાંધી સોસાયટીમાં મકાન લીધેલ છે અને ફર્નીચર કરાવવા રૂ.20 લાખની જરૂરીયાત છે અને હું તમને રૂપીયા થોડા દીવસમાં પરત આપી દઇશ, તેનુ હું તમને લખાણ કરી અને ચેક પણ આપીશ તેમ વાત કરતા તેની ઉપર વિશ્ર્વાસ આવી ગયેલ અને તેને બે કટકે રૂ.10-10 લાખ મળી કુલ રૂ.20 લાખ આપવાની વાત કરેલ હતી. ત્યારબાદ તા.03/04/2024 ના રૂ.300 ના સ્ટેમ્પ પેપર ઉપર પ્રોમીસરી નોટનુ લખાણ કરાવેલ માટે ગયેલ હતા તે લખાણ મુજબ તા.15/04 ના રૂપીયા પરત કરી દેવાના નક્કી થયેલ હતું. દિપ ભુતે ચેક પણ સહી કરીને આપેલ હતો. ત્યારબાદ બંને ભાઈઓએ દુકાને આવી રૂ.20 લાખ લઈ ગયેલ હતાં.
જે બાદ તા.15/04/2024 એ રૂપીયા આપવાના હોય જેથી તે દિવસે તેની પાસેથી રૂપીયાની ઉઘરાણી કરતા મારી પાસે રૂપીયા નથી હું બહાર ગામ છું તેમ કહેવા લાગેલ હતો. ત્યારબાદ કોરો ચેક આપેલ હતો તેમાં તેને રૂ.25 લાખની રકમ ભરી બેંકમાંથી રૂ.25 લાખ ઉપાડી અને તેમાંથી રૂ.5 લાખ પરત આપવાનુ કહેતા, તેઓ કોરો ચેક લઈને રાજકુમાર કોલેજ પાછળ આવેલ યુનીયન બેંકે જતા તે એકાઉન્ટ દિપના ભાઈ પ્રણવનુ એકાઉન્ટ હોય અને તેમાં રૂ.11 લાખ હતા. પરંતુ તે ખાતુ સીઝ થઈ ગયેલ હતું, તેવુ બેન્ક તરફથી જણાવવામાં આવેલ હતું. ત્યારબાદ તેનો ફોન ઉપર સંપર્ક કરતા કહેવા લાગેલ કે, હું ખાતુ ખોલાઈ આવુ છુ તમે 10 દિવસ પછી રૂપીયા લેવા જજો. ત્યારબાદ 10 દિવસ પછી બેંક પર જતા ત્યારે પણ તે જ સ્થિતિમાં એકાઉન્ટ હતું. ત્યારબાદ રૂપીયાની ઉઘરાણી કરતા સામી ધમકી આપવા લાગેલ કે, હું સી.પી. ઓફીસમાં ફરીયાદ કરશે કે આ લખાણ ખોટુ છે કહીં રૂ.20 લાખની છેતરપીંડી આચરી હતી. બનાવ અંગેની ફરીયાદ પરથી ભક્તિનગર પોલીસે ગુનો નોંધી આરોપીઓની શોધખોળ હાથ ધરી હતી.


9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.