બોટાદ ૧૮૧ અભયમ ટીમ અને રૂરલ પોલીસ ટીમ દ્વારા ભૂલા પડી ગયેલ વૃધ્ધાને સોશિયલ મીડિયાના માધ્યમથી તેના પરિવાર સાથે મિલન
ગત તા:-૧૦-૦૬-૨૦૨૪ ના રોજ એક જાગૃત નાગરિક દ્વારા ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઈનમાં ફોન કરી જણાવેલ કે બોટાદ તાલુકાના એક ગામમાં એક અજાણી વૃધ્ધા જેમની ઉંમર આશરે ૭૦ વર્ષ હશે તેઓ એકલા બેઠા છે ક્યાં જવું છે તે બાબતે પૂછવા છતાં કશું બોલતા નથી જેથી મદદની જરૂર છે.
આ માહિતી મળતા તરત જ ફરજ પરના કાઉન્સેલર પટેલ ખુશ્બુબેન મહિલા કોન્સ્ટેબલ ઝાપડિયા હિરલબેન અને પાયલોટ શૈલેષભાઈ સ્થળ પણ પહોંચેલ ત્યા રૂરલ પોલીસ ટીમ પણ હાજર હતી. ૧૮૧ ટીમે વૃધ્ધા ની સાથે શાંતચીત સ્વભાવે પૂછપરછ કરેલ તેમનું નામ,સરનામું તેમના પરિવારના સભ્યોના નામ કે મોબાઈલ નંબર જાણવાના પ્રયત્ન કરેલ પરંતુ તેઓએ અલગ-અલગ ગામોના નામ જણાવ્યા હતા બીજું કાંઈ જ યાદ ના હતુ. ઘટના સ્થળપર હાજર હતા એ લોકોને પૂછપરછ કરી તેમજ આજુ-બાજુના વિસ્તારમાં તપાસ કરવામાં આવેલ પરંતુ વૃધ્ધા ને કોઈ ઓળખતા ન હતા. ત્યારબાદ સોશિયલ મીડિયા ના સંપર્કમાં રહીને અલગ-અલગ જણાવેલ ગામોમાં તપાસ કરતા વૃધ્ધા ના પરિવારને શોધી કાઢ્યા હતા.અને તેમના દીકરાઓ સાથે ફોન પણ વાતચીત કરી જાણ કરેલ.વૃધ્ધા ના પરિવારના સભ્યો તાત્કાલિક મહિલા પોલીસ સ્ટેશન ખાતે આવેલ વૃધ્ધા ના પરિવારને પૂછપરછ કરતા જણાવેલ કે તેઓ બરવાળા તાલુકાના એક ગામના રહેવાસી છે વૃધ્ધા માનસિક રીતે અસ્વસ્થ હોવાથી આજ રોજ બપોર ના ઘરની બહાર ભેસોને ઘાસનો ચારો નાખવા ગયેલ અને ઘરે કહ્યા વગર બહાર જતા રહ્યા હતા તેઓએ આજુબાજુના વિસ્તારમાં શોધવાના ઘણા પ્રયત્નો કરેલ પરંતુ વૃધ્ધ માજી મળેલ નહી ત્યારબાદ સ્થાનિક પોલીસને જાણ કરી હતી ૧૮૧ ટીમ અને પોલીસ ટીમ દ્વારા વૃધ્ધા નું કાળજી પૂર્વક ધ્યાન રાખવાનું પરિવારના સભ્યોને સમજણ આપી અને રોજ ટાઈમ પણ દવા આપવાનું જણાવેલ.વૃધ્ધા ના પરિવારના સભ્યોએ જણાવેલ કે તેઓ હવે પછી વૃધ્ધા નું વધુ સારી રીતે સંભાળ રાખશે.વૃધ્ધા ના પરિવારના સભ્યો પાસેથી ચોક્કસ માહિતી મેળવવા માટે આધાર પુરાવા લઇ નિવેદન લેવામાં આવેલ ત્યારબાદ વૃધ્ધા નો કબજો તેમના પરિવારના સભ્યોને સોંપેલ. વૃધ્ધના પરિવાર દ્વારા ૧૮૧ અભયમ ટીમ અને પોલીસ ટીમ નો આભાર વ્યક્ત કરી કામગીરીને બિરદાવી હતી.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.