સ્કૂલ-કોલેજ, કોચિંગ ક્લાસ, હોસ્પિટલ, ક્લિનિક, સમાજની વાડીઓને રાહત અપાઈ, સોગંદનામું કરી સીલ ખોલી શકશે - At This Time

સ્કૂલ-કોલેજ, કોચિંગ ક્લાસ, હોસ્પિટલ, ક્લિનિક, સમાજની વાડીઓને રાહત અપાઈ, સોગંદનામું કરી સીલ ખોલી શકશે


મનપાની ‘ગેંગ’ ઢીલી પડી, 60 અને 15 દિવસનો અપાયો સમય

રૂપિયા રળવા માટે ટીઆરપી ગેમ ઝોનની જેમ મનોરંજન કરાવતી પેઢીઅો અને એકમોને કોઇ રાહત નહીં: ફાયર એનઓસી, રિન્યૂ, બીયુ પરમિશન અને ઇમ્પેક્ટ અંગેની તમામ કાર્યવાહી પૂરી થયા બાદ જ સીલ ખોલવા દેવાશે

રાજકોટના ટીઆરપી ગેમ ઝોનના અગ્નિકાંડ બાદ રાજકોટ મહાનગરપાલિકાની ‘ગેંગ’ પોતાના કરતૂતો છુપાવવા અન્યોને ગુનેગાર સમજી તૂટી પડી હતી. વ્યાપારી સંકુલો, શૈક્ષણિક સંસ્થા, હોસ્પિટલ, ક્લિનિક સહિતના સ્થળોએ ફાયર એનઓસી અને બીયુ પરમિશન સહિતની તપાસ માટે જઇ આ ‘ગેંગ’ લોકોને ધમકાવતી હતી. મપનાની ગેંગથી કંટાળેલા મહાજનો અને શિક્ષણવિદોએ મંગળવારે મ્યુનિસિપલ કમિશનર સમક્ષ હૈયાવરાળ ઠાલવી હતી અને નિયમોનું પાલન કરતાં શહેરીજનો સાથે યોગ્ય વર્તન કરી સમસ્યાનો યોગ્ય રસ્તો કાઢી આપવા રજૂઆત કરી હતી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.