શાહબાઝ સરકાર સાથે વાતચીત માટે ઈમરાન તૈયાર:PTIએ કહ્યું- દેશની ભલાઈ માટે નિર્ણય લેવાયો, ભારત-પાક. મેચમાં 'રીલીઝ ઈમરાન'નું બેનર બતાવવામાં આવ્યું હતું - At This Time

શાહબાઝ સરકાર સાથે વાતચીત માટે ઈમરાન તૈયાર:PTIએ કહ્યું- દેશની ભલાઈ માટે નિર્ણય લેવાયો, ભારત-પાક. મેચમાં ‘રીલીઝ ઈમરાન’નું બેનર બતાવવામાં આવ્યું હતું


પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનની પાર્ટી પીટીઆઈના અધ્યક્ષ ગૌહર અલી ખાને મંગળવારે કહ્યું કે, જેલમાં બંધ ઈમરાન બધુ ભૂલી જવા તૈયાર છે. પાકિસ્તાની મીડિયા 'ધ એક્સપ્રેસ ટ્રિબ્યુન' અનુસાર ગૌહર અલી ખાને આ બધું ઈમરાન ખાનને મળ્યા બાદ કહ્યું હતું. તેમણે કહ્યું કે, શાહબાઝ સરકાર તરફથી ઈમરાન ખાનને કોઈ ડીલની ઓફર કરવામાં આવી નથી. ઈમરાન વારંવાર કહે છે કે, વાતચીત થવી જોઈએ. દેશની ખાતર તે બધું માફ કરવા તૈયાર છે. તેણે કહ્યું કે, ઈમરાનને તેના પુત્રને મળવાની પણ મંજૂરી આપવામાં આવી ન હતી. તેમને બે અઠવાડિયામાં ઓછામાં ઓછા એક વખત તેમના બાળકોને મળવાની છૂટ આપવી જોઈએ. ગૌહર અલી ખાને કહ્યું કે, ઈમરાન ખાનને જેલમાંથી બહાર લાવવા માટે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ પહેલા 9 જૂને ન્યૂયોર્કમાં આયોજિત T-20 વર્લ્ડ કપમાં ભારત-પાકિસ્તાન મેચ દરમિયાન સ્ટેડિયમની ઉપર એક વિમાન 'ઇમરાન ખાનને મુક્ત કરો'ના બેનર સાથે ઉડતું જોવા મળ્યું હતું. ઈમરાન ખાન 10 મહિનાથી છે જેલમાં
ઈમરાન ખાન 10 મહિનાથી પાકિસ્તાનની જેલમાં છે. તેમને પ્રથમ તોષાખાના કેસમાં 3 વર્ષની જેલની સજા ફટકારવામાં આવી હતી. આ પછી પાકિસ્તાનમાં આ વર્ષે ફેબ્રુઆરીમાં યોજાયેલી ચૂંટણીના થોડા દિવસો પહેલા, ખાનને 3 કેસમાં કુલ 31 વર્ષની જેલની સજા સંભળાવવામાં આવી હતી. જેમાં તોષાખાના સંબંધિત કેસ અને બુશરા સાથે ગેરકાયદેસર લગ્નનો કેસ સામેલ છે. ગૌહર ખાને જણાવ્યું કે, ઇમરાને તેની સાથે વડાપ્રધાન શાહબાઝ શરીફની ચીન મુલાકાત વિશે પણ વાત કરી. તેમણે કહ્યું કે, શરીફ ચીન જવા છતાં પાકિસ્તાને કંઈ હાંસલ કર્યું નથી. સરકાર તેના ખર્ચને પહોંચી વળવામાં નિષ્ફળ રહી છે. ગૌહરે કોર્ટને ઇમરાનના કેસની જલ્દી સુનાવણી કરવાની અપીલ કરી છે. સેના સાથે ડીલ કરીને ઈમરાન ફરી પીએમ બનશે: પીટીઆઈ નેતા
આ પહેલા પીટીઆઈ નેતા ફવાદ ચૌધરીએ કહ્યું હતું કે, જો ઈમરાન સેના સાથે ડીલ કરશે તો તેઓ વડાપ્રધાન બનશે. આવી સ્થિતિમાં પીએમ શાહબાઝને તેમના પોતાના ઘરથી નહીં, પરંતુ તેમનાથી ખતરો છે જેમણે તેમને સત્તામાં પાછા લાવ્યા છે. હકીકતમાં લગભગ એક મહિના પહેલા મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવ્યો હતો કે ઈમરાન અને સેના વચ્ચે વાતચીત થઈ હતી. હકીકતમાં ઈમરાન અને સેના વચ્ચે સમજૂતીની વાતોએ વેગ પકડ્યો હતો. જ્યારે પીટીઆઈ નેતા શહરયાર આફ્રિદીએ જિયો ન્યૂઝને કહ્યું કે, તેમની પાર્ટી ટૂંક સમયમાં આર્મી ચીફ અને આઈએસએસ ચીફ સાથે વાતચીત કરશે. 28 એપ્રિલે મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવ્યો હતો કે, ઈમરાન ખાને સેના સાથે સમજૂતી કરવાની લીલી ઝંડી આપી દીધી છે. જોકે 30 એપ્રિલે પીટીઆઈના અધ્યક્ષ બેરિસ્ટર ગૌહર ખાને આ દાવાઓને ફગાવી દીધા હતા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.