આલોક સહિત પલકે 3000 માસુમ બાળકોનો જીવ બચાવ્યો:સિંગરે વીડિયો શેર કરીને જણાવ્યું કે સર્જરી સફળ રહી, પ્રાર્થના કરનારાઓનો આભાર માન્યો - At This Time

આલોક સહિત પલકે 3000 માસુમ બાળકોનો જીવ બચાવ્યો:સિંગરે વીડિયો શેર કરીને જણાવ્યું કે સર્જરી સફળ રહી, પ્રાર્થના કરનારાઓનો આભાર માન્યો


પ્લેબેક સિંગિંગ ઉપરાંત, પલક મુછલ તેના સામાજિક કાર્યો માટે પણ જાણીતી છે. સિંગરે હાલમાં જ આલોક નામના બાળક સાથેનો એક વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. પલકે જણાવ્યું હતું કે આલોક તેનો 3000 નંબરનો દર્દી છે જેની હાર્ટ સર્જરી 11 જૂને થવાની હતી. હવે બુધવારે પલકે વીડિયો શેર કરીને આલોકની સર્જરી સફળ હોવાની માહિતી આપી હતી. પ્રાર્થના કરનારાઓનો આભાર માન્યો
આ વીડિયો શેર કરતી વખતે પલક એ આલોક માટે પ્રાર્થના કરનારા લોકોનો પણ આભાર માન્યો હતો. આ સાથે પલકએ જણાવ્યું કે અત્યાર સુધીમાં તે 3000 ગરીબ બાળકોની સફળ હાર્ટ સર્જરી કરવી ચુકી છે. પલકનું નામ ગિનિસ બુકમાં નોંધાયેલું છે
આ સામાજિક કાર્ય માટે ગાયકનું નામ 'ગિનીસ બુક ઑફ રેકોર્ડ્સ' અને 'લિમ્કા બુક ઑફ રેકોર્ડ્સ'માં નોંધાયેલું છે. આ ઉપરાંત પલકને ભારત સરકાર અને અન્ય ઘણી સંસ્થાઓ દ્વારા અલગ અલગ પુરસ્કારોથી પણ સન્માનિત કરવામાં આવી છે. વધુ 400 બાળકોને સારવાર લેવી પડશે
આ પહેલા એક ઈન્ટરવ્યુમાં પલકે કહ્યું હતું કે હજુ પણ આવા 400 થી વધુ બાળકો છે જેની તે સારવાર કરાવવા માંગે છે. સિંગરે કહ્યું, 'મારુ દરેક કોન્સર્ટ આ બાળકોની હાર્ટ સર્જરીને સમર્પિત કરું છું' તે બાળકો રાહ જુએ છે કે પલક દીદીનો કોન્સર્ટ ક્યારે થશે અને ક્યારે અમારી સર્જરી થશે. હું પ્રાર્થના કરું છું કે ભગવાન મને એટલી શક્તિ આપે કે હું મારી આ ઇચ્છાને આગળ વધારી શકું. સલમાનને ખાસ માને છે, 17 ભાષાઓમાં ગીતો ગાયા છે.
પલકના વર્ક ફ્રન્ટની વાત કરીએ તો, તેની પહેલી ફિલ્મ સલમાન ખાનની 'વીર' હતી, જે 2010માં રિલીઝ થઈ હતી. પલક સલમાનને તેની કારકિર્દીમાં ખૂબ જ મહત્વપૂર્ણ માને છે. તેણે સલમાનની એનજીઓમાં મદદ કરવા આવેલા 100 બાળકોની સર્જરી પણ કરાવી. 'એક થા ટાઈગર' અને 'આશિકી 2' સહિત અનેક ફિલ્મોમાં હિટ ગીતો આપનાર પલક એ એક-બે નહીં પરંતુ 17 ભાષાઓમાં ગીતો ગાયા છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.