ગામડાનું એક અભિન્ન અંગ એટલે નળિયા વાળા મકાન - At This Time

ગામડાનું એક અભિન્ન અંગ એટલે નળિયા વાળા મકાન


દિન પ્રતિદિન વધતી જતી ગરમી એ લોકોને એસી કૂલર વાપરવા મજબૂર કરી દીધા છે પરંતુ ગામડામાં આજે પણ આટલી ગરમી નથી લાગતી અને ઘર કુદરતી રીતે જ એટલું ઠંડુ રહે છે. ચોમાસુ આવી રહ્યું છે જેથી વરસાદી પાણી ઘર માં ના આવે તે માટે નળિયા ચાળવા પડે છે દેશી નળિયાનુ સ્થાન વિલાયતી નળિયાએ લીધું અને હવે તો વિલાયતી નળિયા પણ મેળવવાં મુશેકલ બની ગયા છે હવે તો ઘરે ઘરે છત પર પતરાં ગોઠવાઈ ગયા છે. ભારે પવન અથવા વાવાઝોડા ને પણ નળિયા સાવ આસાનીથી જીલી લેતાં હોય છે આજે બહુ ઓછાં ઘર એવા છે કે જેની છત પર નળિયા હોય. ચોમાસા પહેલાં નળિયા ચાળવા પડતા અને તે માટે ખાસ સ્કીલની જરૂર પડતી. આજે તો એવા કારીગર પણ મળતાં નથી તેમજ આટકોટમાં નળિયાવાળું ઘર ધરાવતા આધેડ 'પ્રિ મોન્સૂન' કામગીરી કરવા છત પર પહોંચી ગયા હતા અને પોતાના ઘરની જાળવણી કરી રહ્યાં હતા

તસ્વીર: કરશન બામટા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.