ગાંધી ફિલ્મ પહેલા ગાંધી ને કોઈ ઓળખતું નહોતું કહેનાર વડા પ્રધાન છે ? કે ફિલ્મ ના બ્રાન્ડ એમ્બેસેટર. નાગાઈ પણ કરવી છે અને ફરિયાદ પણ કરવી છે !
નાગાઈ પણ કરવી છે અને ફરિયાદ પણ કરવી છે ! શરમ વગર ના શાસકો બે શર્મી ની હદ વટાવે રહ્યા છે
RSS/BJPના ભક્ત પ્રો. શુધાંશુ ત્રિવેદીએ 4 જૂન 2024ના રોજ ‘X’ પર ટ્વિટ કર્યું છે : “આવું કેમ? કાશ્મીરમાં 97% / બંગાળમાં 99% / ઉત્તરપ્રદેશમાં 95% / તેલેગાણામાં 94% / આંધ્રપ્રદેશમાં 95% / બિહારમાં 93% /મધ્યપ્રદેશમાં 92%/ રાજસ્થાનમાં 97% / મહારાષ્ટ્રમાં 94% મુસલમાનો BJPની વિરુદ્ધ છે, કેમ?”
પ્રો. શુધાંશુ ત્રિવેદીએ આ પ્રશ્ન લોકોને પૂછ્યો છે તેના બદલે RSSને/ વડાપ્રધાનને પૂછવો જોઈએ !
વડાપ્રધાન અને તેમના ભક્તો મુસ્લિમો વિરુદ્ધ સતત નફરતી ઝેર ઓકે છે; એ દેખાતું નહીં હોય? સંસદમાં BJPના સંસદસભ્ય રમેશ બિધુડીએ મુસ્લિમ સંસદસભ્ય દાનિશ અલીને ભડવા/ કટવા/ મુલ્લા/ ઉગ્રવાદી કહીને સમગ્ર મુસ્લિમ સમુદાયને બદનામ કરેલ ત્યારે વડાપ્રધાન ચૂપ રહેલ ! વડાપ્રધાન જાહેરમંચ ઉપરથી ‘હમ પાંચ, હમારે પચ્ચીસ’/ ‘ઝાઝા છોકરાવાળા ઘૂસણખોર’ એમ કહીને મુસ્લિમોને અપમાનિત કરે અને તેમના ભક્તો અપેક્ષા રાખે છે કે મુસ્લિમોએ BJPને મત આપવા જોઈએ ! જો BJPને મત ન આપે તો મુસ્લિમો દેશદ્રોહી થઈ જાય? ‘સબ કા સાથ, સબકા વિકાસ’નું સૂત્ર આપનાર ભેંસ/ મંગળસૂત્ર મુસ્લિમો ઉઠાવી જશે; એવી લવારી કરે?
દેશના વડાપ્રધાન ભૂલી જાય કે ભારત ધર્મનિરપેક્ષ દેશ છે. બધાં ધર્મોને સન્માન આપવામાં આવે છે. કોઈની સાથે ભેદભાવ નહીં. હિન્દુ, મુસ્લિમ, સીખ, ઈસાઈ આપસ મેં હૈ ભાઈ ભાઈ ! પરંતુ વડાપ્રધાને હંમેશા હિન્દુ-મુસ્લિમ/ મંદિર-મસ્જિદના નામે બંધુત્વની ઘોર ખોદી ! બળાત્કારીઓ/હત્યારાઓને જેલમુક્ત કર્યા ત્યારે તિલક ચાંદલાથી એટલા માટે અભિવાદન થયું કે વિક્ટિમ મુસ્લિમ મહિલા હતી ! શું મુસ્લિમોને ખબર પડતી નથી?
હજુ આટલાં ટકા મુસ્લિમો BJPના વિરુદ્ધમાં છે, એમ કહીને મુસ્લિમોને બદનામ કરવાનું ચૂકતા નથી ! નાગાઈ કરવી છે અને ફરિયાદ પણ કરવી છે !
દરેક સમજદાર માણસ BJP વિરુદ્ધ છે ! માનવ ગૌરવ ઈચ્છનાર દરેક BJPની વિરુદ્ધ છે ! લોકશાહી, માનવમૂલ્યોના દરેક રખેવાળ BJP વિરુદ્ધ છે ! દરેક ગરીબ/ વંચિત/ દલિત/ આદિવાસી/ શૂદ્ર સમુદાય BJP વિરુદ્ધ છે ! તેઓ એટલાં માટે વિરુદ્ધમાં છે કે BJPની વિચારધારા/ વર્તન તેમની વિરુદ્ધ છે ! ગાંધીજીને દેશદ્રોહી અને હત્યારા ગોડસેને દેશભક્ત કહેનારની તરફેણ કરનાર વાસ્તવમાં દેશદ્રોહી છે ! જેઓ બંધારણના મૂલ્યો બંધુત્વ/ સમાનતા/ સ્વતંત્રતા/ સામાજિક, આર્થિક, રાજકીય ન્યાયની વિરુદ્ધ છે તેઓ જ ખરા દેશદ્રોહીઓ છે
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.