ઝાલાવાડના ખેડૂતો માટે ખુશીના સમાચાર સામે આવ્યા છે, 10 હજાર ક્યુસેક પાણી નર્મદા નહેરોમાં આપવાની મંજૂરી આપી
ઝાલાવાડના ખેડૂતો માટે ખુશીના સમાચાર સામે આવ્યા છે કારણ કે જગતના તાત માટે હવે સિંચાઈ માટે કેનાલમાં પાણી છોડવામાં આવશે જેમાં દસાડા, ધ્રાંગધ્રા, મોરબી અને ભાવનગર ધારાસભ્યોની મુખ્યમંત્રીને રૂબરૂ મુલાકાત બાદ નિર્ણય લેવામાં આવ્યો છે ગુજરાત રાજ્યમાં હજુ વરસાદનું આગમન થયું નથી, ત્યારે આગોતરા પાક માટે પિયતની જરૂરિયાત ઉભી થઈ હોય રાજ્ય સરકાર દ્વારા નર્મદા કેનાલમાં પાણી છોડવાનો નિર્ણય લેવામાં આવ્યો છે જેમાં સોમવારે દસાડા લખતરના ધારાસભ્ય પી કે પરમાર, ધ્રાંગધ્રા હળવદના ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરા, મોરબીના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા અને ભાવનગરના ધારાસભ્ય જીતુભાઈ વાઘાણીએ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને ગાંધીનગર રૂબરૂ મળીને ખેડૂતોને સિંચાઈ માટે પાણી આપવા અંગે રજૂઆત કરી હતી ત્યારે તમામ માંગણીઓ અને વપરાશની સ્થિતિને ધ્યાને લઈને નર્મદા કમાન્ડમાં સિંચાઈ માટે આજ રોજ તારીખ 10 જૂનથી 10 હજાર ક્યુસેક પાણી નર્મદા નહેરોમાં આપવાની મંજૂરી આપવામાં આવી છે આથી ઝાલાવાડના ખેડૂતોમાં ખુશીની લહેર દોડી જવા પામી હતી.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.