સુરેન્દ્રનગર રેલ્વે પોલીસ દ્વારા રેલવે સ્ટેશન નજીકથી ચોરેલા બે મોબાઇલ સાથે એક ઈસમને દબોચી લીધો.
સુરેન્દ્રનગર જિલ્લામાંથી પસાર થતી ટ્રેનો અને રેલવે સ્ટેશનેથી આરપીએફની ટીમે બે મોબાઈલ ચોરનારને મોબાઈલ સાથે ઝડપી જીઆરપી પોલીસને સોંપ્યો છે મુળ રાજસ્થાનના રણજીતભાઈ ભરોલીલાલ માલી રેલવેમાં ટીએમસીમાં ફરજ બજાવે છે તા. 6ના રોજ ટીએમસી કોચમાં મોબાઈલ ચાર્જીંગમાં મુકયો હતો ત્યારે કોઈ શખ્સ રૂપીયા પાંચ હજારની કિંમતનો મોબાઈલ ચોરી કરી લઈ ગયો હતો બીજી તરફ શહેરની ડ્રીમ હોટલમાં સીકયોરીટી તરીકે ફરજ બજાવતા યુપીના અશોકકુમાર દેવસીંહ તા. 7ના રોજ સુરેન્દ્રનગરથી ચેન્નાઈ જવા રેલવે સ્ટેશને પહોંચ્યા હતા ટ્રેનને આવવાનો સમય હોઈ તેઓ પગથીયા પાસે સુતા હતા ત્યારે તેમના ખીસ્સામાંથી કોઈ રૂપીયા 1500નો મોબાઈલ ચોરી કરી લઈ ગયો હતો આ દરમીયાન સુરેન્દ્રનગર આરપીએફની ટીમને પ્લેટફોર્મ પર એક શખ્સ બે મોબાઈલ સાથે શંકાસ્પદ લાગ્યો હતો આથી શહેરના બાલાશ્રામ પાછળ રહેતા મહેશ રમેશભાઈ સરવૈયાને ઝડપી પુછપરછ કરતા તેણે બન્ને મોબાઈલ ચોર્યા હોવાનું સામે આવ્યુ હતુ આથી તેને ગુજરાત રેલવે પોલીસના હવાલે કરાતા રેલવે પોલીસ મથકે મહેશ સરવૈયા સામે ચોરીની ફરિયાદ નોંધાઈ છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.