લાઠીદડ ગામે થી બોટાદ LCB પોલીસે વિદેશી દારૂ સાથે એક શખ્સની અટકાયત કરી - At This Time

લાઠીદડ ગામે થી બોટાદ LCB પોલીસે વિદેશી દારૂ સાથે એક શખ્સની અટકાયત કરી


(પ્રતિનિધિ: વનરાજસિંહ ધાધલ બોટાદ)
બોટાદ LCB પોલીસ એ પેટ્રોલિંગ દરમિયાન પૂર્વ બાતમી ના આધારે વિદેશી દારૂ નંગ-20 સાથે 1 આરોપી ને ઝડપ્યા અને પ્રોહી ધારાની કલમ હેઠળ બોટાદ રૂરલ પોલીસ સ્ટેશન ખાતે ગત 11-6-24 ના રોજ ફરિયાદ નોંધાઈ હતી
બોટાદ જિલ્લા LCB પોલીસ પેટ્રોલિંગ દરમિયાન પૂર્વ બાતમી ના આધારે બોટાદ LCB પોલીસ ના ચિરાગકુમાર રાઠોડ અને ગોકુલભાઈ ઉલવા,દ્વારા બોટાદ રૂરલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન પૂર્વ બાતમીના આધારે લાઠીદડ ગામે નીલકંઠ ઇન્ડસ્ટ્રીઝ ની પાછળ ભાગ માં માઈનોર કેનાલ ની બાજુમાં ખાડો ખોદી તેમાં વિદેશી દારૂ જથ્થો નંગ-20 કુલ કી.રૂ. 6400/- મળી ને કુલ 6400/- મુદ્દામાલ સાથે કિશોરભાઈ ઉર્ફે કિશન જીવણભાઈ રહે. લાઠીદડ,તેની બોટાદ LCB પોલીસ સે અટકાયત કરી જેલ હવાલે કરાયા કર્યા ઉપરોક્ત આરોપી સામે બોટાદ રૂરલ પોલીસ સ્ટેશન ખાતે બોટાદ LCB ના ચિરાગકુમાર રાઠોડ પ્રોહી ધારાની કલમ હેઠળ ફરિયાદ નોંધાવતા આગળની તપાસ બોટાદ LCB પોલીસ ના ગોકુલભાઈ ઉલવા ચલાવી રહ્યા છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.