અમેરિકાના 4 શિક્ષકો પર ચીનમાં છરીથી હુમલો:લોહીથી લથપથ જમીન પર ઢળી પડ્યા હતા; હુમલાખોરોએ ધોળાદિવસે પાર્કમાં જીવલેણ હુમલો કર્યો, તમામ સારવાર હેઠળ, VIDEO
ચીનના જિલિન શહેરમાં સોમવારે અમેરિકન કોલેજના 4 શિક્ષકો પર છરીથી હુમલો કરવામાં આવ્યો હતો. હુમલામાં મહિલા શિક્ષિકા સહિત તમામ લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા, ત્યારબાદ તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. સીએનએનના અહેવાલ મુજબ, અમેરિકન રાજ્ય આયોવાના કોર્નેલ કોલેજના તમામ શિક્ષકો એક જાહેર પાર્કમાં હાજર હતા જ્યારે તેમના પર હુમલો થયો. સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવેલા વીડિયોમાં ઘાયલ શિક્ષકો લોહીથી લથપથ જમીન પર ઢળી પડેલા દેખાય છે. હુમલો કોણે કર્યો અને શા માટે કર્યો તેની માહિતી સામે આવી નથી. રિપોર્ટ અનુસાર આ વીડિયો ચીનના બેઈશાન પાર્કનો છે. યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટે કહ્યું છે કે તેમને આ મામલાની માહિતી મળી છે અને તેઓ તેના પર નજર રાખી રહ્યા છે. પાર્ટનરશિપ પ્રોગ્રામ માટે શિક્ષકો ચીન ગયા હતા
ચીનની બેહુઆ યુનિવર્સિટી સાથે પાર્ટનરશિપ પ્રોગ્રામ માટે અમેરિકન શિક્ષકો ચીન આવ્યા હતા. કોર્નેલ કોલેજે જણાવ્યું કે આ કાર્યક્રમમાં કોઈ વિદ્યાર્થીઓએ ભાગ લીધો ન હતો. કોલેજ પ્રશાસને કહ્યું છે કે હુમલા બાદ તેઓ તમામ શિક્ષકોના સંપર્કમાં છે. તેમને જરૂરી મદદ પૂરી પાડવામાં આવી રહી છે. આયોવા રાજ્યના પ્રતિનિધિ એડમ ઝેબનરે CNNને જણાવ્યું કે ઘાયલ થયેલા શિક્ષકોમાં તેનો ભાઈ ડેવિડ ઝેબનર પણ સામેલ છે. ડેવિડ બીજી વખત ચીન ગયો હતો. હુમલા બાદ તેની સારવાર કરવામાં આવી રહી છે. ચીનમાં જાહેર સ્થળોએ છરીથી હુમલા થતા રહે છે
ચીન વિશ્વના એવા દેશોમાં સામેલ છે જ્યાં હિંસક અપરાધનો દર સૌથી ઓછો છે. અહીં પિસ્તોલના ઉપયોગને લઈને કડક નિયમો છે. જો કે, દેશમાં અવારનવાર છરી મારવાના બનાવો બને છે. આ પહેલા પણ ચીનમાં સ્કૂલ, હોસ્પિટલ અને પાર્ક જેવા સાર્વજનિક સ્થળોએ ઘણી વખત છરાબાજીની ઘટના બની છે. મે મહિનામાં ગ્રીસ પ્રાંતની એક હોસ્પિટલ પર થયેલા હુમલામાં બે લોકો માર્યા ગયા હતા અને 21 ઘાયલ થયા હતા. જોકે, વિદેશી નાગરિકો પર જાહેરમાં હુમલાના ઘણા કિસ્સા સામે આવ્યા નથી. કોરોનાના કારણે ચીનમાં વિદેશી પ્રવાસીઓ પર 3 વર્ષ માટે પ્રતિબંધ હતો. તે 2023માં દૂર કરવામાં આવ્યા હતા. ત્યારથી ચીન વિદેશી પ્રવાસીઓને પરત લાવવાના પ્રયાસ કરી રહ્યું છે. 'અમે 5 વર્ષમાં 50 હજાર અમેરિકનોને સ્ટડી પ્રોગ્રામ માટે ચીન બોલાવીશું'
ચીન અને અમેરિકા શૈક્ષણિક સ્તરે સહયોગ વધારવા માટે સતત પ્રયાસ કરી રહ્યા છે. ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ ગયા વર્ષે નવેમ્બરમાં અમેરિકા ગયા હતા. આ દરમિયાન તેમણે જાહેરાત કરી હતી કે તેઓ આગામી 5 વર્ષમાં સ્ટડી પ્રોગ્રામ હેઠળ અમેરિકાથી 50 હજાર લોકોને ચીન આવવા માટે આમંત્રિત કરશે. વર્ષ 2018માં અમેરિકાની કોર્નેલ કોલેજ અને ચીનની બેહુઆ યુનિવર્સિટી વચ્ચે પાર્ટનરશિપ થઈ હતી. આ અંતર્ગત આયોવાની સ્કૂલોમાંથી આવતા શિક્ષકો અને બાળકોના પ્રવાસ અને શિક્ષણનો ખર્ચ ચીનની સંસ્થાઓ ઉઠાવશે. તેમને કોમ્પ્યુટર સાયન્સ, મેથ્સ અને ફિઝિક્સ શીખવવામાં આવશે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.