સૌરાષ્ટ્ર ઇન્ટર ડિસ્ટ્રીક ટુર્નામેન્ટ માં બોટાદનો ભવ્ય વિજય થયેલ સિદ્ધાર્થ સોલંકી મેન ઓફધ મેચ એવોર્ડ મળેલ - At This Time

સૌરાષ્ટ્ર ઇન્ટર ડિસ્ટ્રીક ટુર્નામેન્ટ માં બોટાદનો ભવ્ય વિજય થયેલ સિદ્ધાર્થ સોલંકી મેન ઓફધ મેચ એવોર્ડ મળેલ


(પ્રતિનિધિ વનરાજસિંહ ધાધલ)
અત્રે ભાવનગર ખાતે રમાઈ રહેલ સૌરાષ્ટ્ર ઇન્ટર ડિસ્ટ્રીક ટુર્નામેન્ટ અન્ડર 16. બોટાદ ડિસ્ટ્રીક v/s ભાવનગર રૂરલની મેચ યુનિવર્સિટી ગ્રાઉન્ડ ભાવનગર ખાતે રમાઈ હતી. જેમાં બોટાદનો ભવ્ય વિજય થયેલ. બોટાદની ટીમમાંથી પાળીયાદ ક્રિકેટ એકેડમીના ખેલાડીસિદ્ધાર્થ સોલંકી(ખસ) વાળા એ પહેલી ઇનિંગમાં પાંચ વિકેટ લીધેલ અને 132 બોલમાં 142 રન માર્યા હતાં. અને બીજી ઇનિંગમાં 6 વીકેટ લીધી હતી. આમ બંને ઇનિંગ માં કુલ 11 વિકેટ લઈ પ્લેયર ઓફ ધી મેચ વિનિંગ પ્રદર્શન કરેલ. આ મેચમાં બોટાદ ડીસ્ટ્રીક ટીમનો એક ઇનિંગ અને 101 રનથી ભવ્ય વિજય મેળવ્યો હતો. બોટાદ ડીસ્ટ્રીક ટીમને બોટાદના ડિસ્ટ્રીક વતી ધર્મેન્દ્રભાઈ જેબલિયા અને કોચ કમ મેનેજર પ્રતાપભાઈ ધાધલે ટીમને અભિનંદન પાઠવ્યા હતા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.