મોદી કેબિનેટના પહેલાં નિર્ણયને આવકારતાં જસદણના વિજયભાઈ રાઠોડ
હુસામુદ્દીન કપાસી દ્વારા જસદણ
દેશનાં ડાયનેમિક વડા પ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પોતાની પ્રથમ કેબિનેટ બેઠકમાં ગરીબો માટે ત્રણ કરોડ નવાં મકાનો બનાવવાની મંજૂરી આપતાં આ નિર્ણયને જસદણ જીઆઈડીસી એસોસિએશન અને યુવા ભાજપ બક્ષીપંચ મોરચાના પ્રમુખ વિજયભાઈ રાઠોડ એ આવકાર્યો હતો તેમણે જણાવ્યું હતું કે દેશનાં વડા પ્રધાન નરેન્દ્રભાઈ મોદીનું પગલું હંમેશા માનવતાવાદી રહ્યું છે છેલ્લાં દસ વર્ષમાં એમણે પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ કરોડો મકાનો બનાવ્યાં અને કરોડો લોકોના ઘરના ઘરનું સ્વપ્ન પુર્ણ કર્યું આ કંઈ નાની સુની વાત નથી ત્યારે મોદીજી ત્રીજી વાર વડાપ્રધાન બનતાં પોતાનો કારભાર સંભાળતા વેંત જ દેશના નાગરિકો માટે અનેક પ્રકારની યોજના પૈકી પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ ત્રણ કરોડ નવા મકાનોની મંજુરી પર મ્હોર લગાવતાં હવે દેશનાં અનેક ગરીબોનું વધું એક સ્વપ્ન પુર્ણ થશે એમ જણાવ્યું હતું નોંધનીય છે કે પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ દેશના ગામડાં અને શહેરોમાં વીજળી, પાણી ગેસ કનેક્શન અને શોચાલય સહિતની સુવિધા છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.