આયુષ ઓક સામે જ્યાં જ્યાં ફરજ બજાવી ત્યાં યોગ્ય તપાસ કરાય તો તત્કાલીન ગાંધીનગર એસ કે લાંગા ને ટપી જાય તેવું કૌભાંડ બહાર આવે અમરેલી જિલ્લા ના મોટા માથા સુધી રેલો પહોંચી શકે છે - At This Time

આયુષ ઓક સામે જ્યાં જ્યાં ફરજ બજાવી ત્યાં યોગ્ય તપાસ કરાય તો તત્કાલીન ગાંધીનગર એસ કે લાંગા ને ટપી જાય તેવું કૌભાંડ બહાર આવે અમરેલી જિલ્લા ના મોટા માથા સુધી રેલો પહોંચી શકે છે


આયુષ ઓક સામે જ્યાં જ્યાં ફરજ બજાવી ત્યાં યોગ્ય તપાસ કરાય તો

તત્કાલીન ગાંધીનગર એસ કે લાંગા ને ટપી જાય તેવું કૌભાંડ બહાર આવે

સુરત તત્કાલીન અમરેલી જિલ્લા કલેકટર આયુષ ઓકે વલસાડ કલેકટર પદે થી સસ્પેન્ડ સુરત ના ડુમસ જમીન કૌભાંડ માં ૨૦૦૦ કરોડ ની જમીન ઉપરાંત કતારગામ કલાપી પાર્ક ની આદિવાસી ઓની જમીન ઉપર પુજી પતિ ઓના આલીશાન મકાનો દૂર કરી જમીન પુનઃ આદિવાસી મહિલા ને સોંપવા ના ગુજરાત હાઈકોર્ટ ના હુકમ નો અનાદર કરી કરોડો મેળવ્યા ની વાત જગ જાહેર છે ત્યારે ભાવનગર ડી ડી તરીકે અને અમરેલી જિલ્લા કલેકટર તરીકે ની ફરજ દરમ્યાન અનેક શંકાસ્પદ હુકમો કર્યા હોવા ની ફરિયાદો ઉઠી હતી આયુષ ઓકે જ્યાં જ્યાં ફરજ બજાવી છે ત્યાં તપાસ કરાય તો બહુચર્ચિત તત્કાલીન ગાંધીનગર જિલ્લા કલેકટર એસ કે લાંગા ને પણ ટપી જાય તેવી અપ્રમાણ સર ની સંપત્તિ નું સર્જન બહાર આવે અને વર્તમાન સરકાર ના અનેક મોટા માથા સુધી રેલો પહોંચી શકે તેમ છે અમરેલી જિલ્લા કલેકટર પદે થી બદલી થઈ સુરત જતા ની સાથે કતારગામ કલાપી પાર્ક ના રહીશો સાથે ધનિષ્ટ ઘરોબો ધરાવતા આયુષ ઓકે આદિવાસી મહિલા ની કરોડો ની જમીન માટે ગુજરાત હાઈકોર્ટ માં ધા નાખતા નામદાર ગુજરાત હાઈકોર્ટે જમીન મૂળ સ્થિતિ માં લાવી આદિવાસી મહિલા ને પરત કરવા આદેશ કર્યો હતો પણ અમરેલી જિલ્લા ના લાઠી તાલુકા ના સુખી સંપન્ન પરિવારો એ કલાપી પાર્ક ના નામે મોટા મહેલો જેવા વૈભવી મકાનો ખડકી દીધા હતા આ દબાણ દૂર કરવા ના હુકમ સામે આયુષ ઓકે કલાપી પાર્ક ના રહીશો પાસે કરોડો ની રકમો મેળવી હોવા ની વાત ટોક ઓફ ધી ટાઉન બની હતી ગુજરાત સરકાર ના સામાન્ય વહીવટ વિભાગે મોડે મોડે પણ દેખાવ પૂરતા પણ પગલાં લીધા પણ આ ઉચ્ચ અધિકારી એ જ્યાં જ્યાં ફરજ બજાવી છે ત્યાં યોગ્ય તપાસ કરાય તો એસ કે લાંગા ને પણ ટપી જાય તેવા કૌભાંડો બહાર આવી શકે છે

રિપોર્ટ નટવરલાલ ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.