મહામારી દરમિયાન શાહરુખના ડુપ્લિકેટને ખાવાના પણ ફાંફા હતા:પાઈ-પાઈનો મોહતાજ બન્યો હતો રીઝવાન ખાન, સલમાન આવ્યો હતો મદદે
કોરોના મહામારીમાં સામાન્ય માણસને જ તકલીફ પડી એવું નથી પરંતુ અનેક સેલિબ્રિટીઓને પણ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે. કોરોના મહામારીનો સમય શાહરુખ ખાનના લૂક અલાઈક રીઝવાન ખાન માટે ખૂબ જ ડરામણો હતો. ક્યાંયથી કામ મળતું ન હતું. બધી બચત પુરી થઇ ગઈ હતી. સગર્ભા પત્નીની સારવાર માટે પણ પૈસા ન હતા. પરિણામે તેમણે પોતાનું ઘર પણ વેચવું પડ્યું. પછી આ ખરાબ સમયમાં સલમાન ખાન તેમની પડખે ઉભો હતો. તેમણે લુક અલાઈક યુનિયનના તમામ સભ્યોને રાશન સાથે 2500 રૂપિયા પણ મોકલ્યા હતા. જેના કારણે થોડા દિવસ આરામથી જીવવું શક્ય બન્યું હતું. રિઝવાને 'મોહબ્બતેં' અને 'ચક દે ઈન્ડિયા' જેવી ફિલ્મોમાં શાહરુખના બોડી ડબલ તરીકે કામ કર્યું છે. આ ઉપરાંત તે શાહરુખ સાથે ઘણી એડ ફિલ્મોમાં પણ જોવા મળ્યો છે. કોરોનમાં બધું જ વેચી દેવું પડ્યું
વેબ શો દમ બિરયાનીના હાલના એપિસોડમાં રિઝવાન ખાને સંઘર્ષના દિવસોને યાદ કર્યા હતા. તેમણે કહ્યું, 'મહામારી દરમિયાન પરિસ્થિતિ એટલી ખરાબ થઈ ગઈ કે મારે મારો કેટલોક સામાન વેચવો પડ્યો કારણ કે મારી પાસે ખાવાના પૈસા પણ ન હતા. જોકે હવે ભગવાનની કૃપાથી મારી પાસે 2 BHK ફ્લેટ છે. ત્યાં તે બધી વસ્તુઓ પણ છે જે મારે મહામારી દરમિયાન વેચવી પડી હતી. મુશ્કેલીના સમયમાં સલમાન ખાન મસીહા બનીને આવ્યો હતો. આજે પણ હું તેમના સમર્થન માટે આભારી છું. એક સમયે રિઝવાન રસ્તા પર કામ કરતો હતો રિઝવાને વધુમાં જણાવ્યું કે એક સમય હતો જ્યારે તે રસ્તાની બાજુમાં ગાડીઓ પર કામ કરતો હતો. પરંતુ મુંબઈ આવીને તેનું નસીબ બદલાયું હતું. શાહરુખને પણ મળી ચુક્યો છે
રિઝવાન શાહરુખને પણ મળી ચૂક્યો છે. આ મીટિંગ વિશે તેમણે કહ્યું- હું તેમને મળવા માટે નર્વસ હતો. રાત્રે 2 વાગ્યે મને ફોન આવ્યો અને કહેવામાં આવ્યું કે મારે શાહરુખ સર સાથે શૂટિંગ કરવું છે. હું ચોંકી ગયો. તેઓ મને નામથી ઓળખતા હતા. મેં તેમની સાથે ઘણી બધી જાહેરાતો કરી છે. તેમના સ્ટાફના દરેક સભ્ય મને ઓળખે છે. રિઝવાને કહ્યું કે શાહરુખના લુક અલાઈકમાં ઘણા છે પરંતુ તે આ લિસ્ટમાં ટોપ પર છે. તેમણે કહ્યું કે તે એકમાત્ર એવો લુક અલાઈક છે જેમણે શાહરુખ સાથે કામ કર્યું છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.