ગોંડલ આટકોટ હાઇવે કરમાળ નદીના પુલ પર ટ્રક બેકાબુ બની ઊંધો થઈ ગયો કલાકો સુધી થયુ ટ્રાફિક જામ - At This Time

ગોંડલ આટકોટ હાઇવે કરમાળ નદીના પુલ પર ટ્રક બેકાબુ બની ઊંધો થઈ ગયો કલાકો સુધી થયુ ટ્રાફિક જામ


ગોંડલ આટકોટ હાઈવે પર અવાર નવાર અકસ્માત સર્જાતા હોય છે જાણે અક્સ્માત જોન જ બની ગયો હોય તેમ રોજિંદા અક્સ્માત સર્જાતા હોય છે કરમાળ નદીના પુલ પરથી પસાર થઈ રહેલા એક ટ્રકનો ગુટકો ભાંગતા ટ્રક બેકાબુ બની ઊંધો થઈ ગયો હતો અને ટ્રકમાં રહેલો માલ સામાન ચોતરફ વેરાઈ જતાં ટ્રાફિક અટવાયો હતો તેમજ હજારો વાહન ચાલકોએ કલાકો સુધી કતારમાં ગોઠવાઈ જવું પડ્યું હતું. બન્ને તરફ 3 કિલોમીટર સુધી ટ્રાફિક જામ થઈ ગયો હતો


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.