નાજાયજ બાળકનું આધારકાર્ડ ઘરે આવ્યું: પતિના અફેરથી કંટાળી પરિણીતાનો ઝેરી દવા પી આપઘાત - At This Time

નાજાયજ બાળકનું આધારકાર્ડ ઘરે આવ્યું: પતિના અફેરથી કંટાળી પરિણીતાનો ઝેરી દવા પી આપઘાત


રાજકોટમાં ચોંકાવનારી ઘટના સામે આવી છે. સુરેન્દ્રનગરના રતનપરમાં સાસરે પરિણીતાને નાજાયજ બાળકનું આધારકાર્ડ ઘરે આવતાં તેની નીચેથી જમીન સરકી ગઈ હતી. બાદમાં પરિણીતાએ બાળક બાબતે પૂછતાં પતિ અને સાસુએ અસહ્ય ત્રાસ આપતાં તેણી રાજકોટ માવતરે રહેવાં આવતી રહી હતી અને કંટાળીને ઝેરી દવા પી આપઘાત કરી લીધો હતો. બનાવ અંગે યુનિવર્સિટી પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
બનાવ અંગે કટારીયા ચોકડી પાસે લક્ષ્મીના ઢોરે રહેતાં છાયાબેન ધર્મેન્દ્રભાઇ ઉર્ફે ધર્મેશભાઇ ભડાણીયા (ઉ.વ.24) એ તેના પતિ ધર્મેન્દ્ર ઉર્ફે ધર્મેશ ભરત ભડાણીયા અને સાસુ નાનીબેન વિરૂદ્ધ માનસિક અને શારીરિક ત્રાસ આપ્યાની ફરીયાદ નોંધાવી હતી.
વધુમાં ફરિયાદીએ જણાવ્યું હતું કે, હાલ તે માવતરના ઘરે રહે છે. તેણીના લગ્ન ગઈ તા. 09/12/ 2021 ના સુરેન્દ્રનગરના રતનપર ગામે રહેતા ધર્મેન્દ્ર ઉર્ફે ધર્મેશ સાથે થયેલા અને છેલ્લા પાંચ મહિનાથી તેણીને પતિ સાથે અણબનાવ થતા પિતાના ઘરે રહેવા આવતી રહેલ છે. પહેલાં તે સાસરે પતિ, સાસુ અને સસરા સાથે રહેતી હતી. પતિ છૂટક મજૂરી કામ કરે છે. લગ્ન થયા બાદ તે પિયર સાત-આઠ વખત આવેલી પરંતુ માવતરને સાસરે અપાતા ત્રાસ બાબતે જાણ કરેલ ન હતી. તેણીના નવા લગ્ન થયેલા હોય મારા મા-બાપને દુ:ખી ન કરવા માંગતી હોય અને થોડા સમયમાં સારું થઈ જશે તેમ સમજી જાણ કરેલ ન હતી.
પરંતુ મકરસંક્રાંતિ પહેલા તેણીના ઘરે એક ટપાલ આવેલી જેમાં આર્યન ધર્મેન્દ્રભાઈ ભડાણીયાનું આધારકાડ આવેલ અને ટપાલીએ કહેલ કે, તમારે કેટલા બાળકો આથી તેણીએ કહેલ કે, મારે કોઈ સંતાન નથી તો તેમણે મને કહેલ કે આ આર્યન ધર્મેન્દ્રભાઈનું આધાર કાર્ડ છે જેથી ટપાલીએ આધાર કાર્ડ આપેલ નહીં અને ત્યારબાદ આ બાબતે પતિને પૂછતા તેમણે જણાવેલ કે આ કોઈ ખોટા સરનામે આવેલ છે મારે એવું કંઈ નથી. ત્યારબાદ તેણીએ પતિનું ફેઅબુક અને ઇન્સ્ટાગ્રામ ચેક કરતા ખબર પડેલ કે, કોઈ મુસ્કાન નામની છોકરી સાથે તેના પતિને સંબંધ હોય અને તેનાથી એક બાળક પણ થયેલ છે અને તેનું આધારકાર્ડ કઢાવી જે ઘરે આવેલ હતું.
બાદમાં સાસરે પાડોશીઓથી જાણવા મળેલ હતું. ત્યારબાદ સાસુને વાત કરેલ કે, મારી જિંદગી કેમ બગાડી? તો તેઓ ખરાબ બોલી મેણા ટોણા મારવા લાગી અને તેણીના પતિ પણ મારી ખરાબ વર્તન કરવા લાગેલ જેથી તેણી રાજકોટ આવતી રહેલ હતી. ત્યારબાદ બે મહિના માવતરના ઘરે હતી ત્યારે તેણીના પતિ અને સાસુ-સસરા તેડવા આવેલ ત્યારે તેણીના પિતાએ તેઓને કહેલ કે, આ બાળક કોનું છે ? તે પૂછતાં તેઓએ વાત કરેલ નહીં જેથી તેણી સાસરે ગયેલ ન હતી.
ત્યારબાદ ગઈકાલે તેણી ઘરે એકલી હતી ત્યારે તેણીના પતિએ વિશ્વાસઘાત કરી કોઈ મુસ્કાન નામની છોકરી સાથે સંબંધ રાખી અને તેનો બાળક પણ હોય જે તેણીથી છુપાવી અને સાસુએ આ બાબતે પતિનો સાથ આપી લગ્ન કરાવ્યાં હતાં. જે બાદ અવારનવાર ત્રાસ આપતાં હોય જેથી ઘરે ઘઉંમાં નાખવાની ઝેરી દવાની ટીકડીઓ પી લીધેલ હતી. ત્યારબાદ બેભાન થઈ જતાં સારવારમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. પરંતુ સારવાર કારગત નીવડે તે પહેલાં જ તેણીનું મોત નીપજ્યું હતું. બનાવ અંગેની ફરિયાદ પરથી યુનિવર્સિટી પોલીસની ટીમે આરોપી વિરૂદ્ધ મરવા મજબુર કર્યાની કલમનો ઉમેરો કરવા તજવીજ હાથ ધરી હતી.


9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.