ધંધુકા હોસ્પિટલ અને બરવાળાના સામુહિક આરોગ્ય કેન્દ્રમાં તબીબોની ઘટ
ધંધુકા હોસ્પિટલ અને બરવાળાના સામુહિક આરોગ્ય કેન્દ્રમાં તબીબોની ઘટ
અમદાવાદ જીલ્લા ના ધંધુકાની સબ ડિસ્ટ્રિકટ હોસ્પિટલ તેમજ બરવાળાના સામુહિક આરોગ્ય કેન્દ્રમાં ડોકટરોની જગ્યા ખાલી પડી છે. જેથી આ પંથકના દર્દીઓને ધરમધકકાઓ થાય છે તેથી આ સી.એચ.સી.માં ડોકટરોની તાકિદે નિમણુંક કરાય તેવી લોકુમાંગ ઉઠવા પામેલ છે.
સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલં બન્યાને બે વર્ષ વીતવા છતાં સમસ્યાનું નિરાકરણ લાવવવામાં અખાડા ધંધુકાના સામુહિક આરોગ્ય કેન્દ્રને અપગ્રેડ કરી સબ ડિસ્ટ્રિકટ હોસ્પિટલનો દરજજો આપવામાં આવેલ છે. આ સબ ડિસ્ટ્રિકટ હોસ્પિટલ બન્યાને બે વર્ષ જેટલો સમયગાળો વીતી ગયો હોવા છતાં પણ ધંધુકાની સબ ડિસ્ટ્રીકટ હોસ્પિટલમાં આજ દિન સુધી પૂરતા ડોકટરોની નિમણૂંક કરાઈ નિ નથી. હાલ આ હોસ્પિટલમાં મેડિકલ ઓફિસરની છ જગ્યા તેમજ દશ જેટલા સ્પેશ્યાલિસ્ટ ડોકટરોની જગ્યા ખાલી રહેલ છે. હાલ ડેપ્યુટેશન ઉપર આવતા ડોકટરોથી આ હોસ્પિટલ ચલાવાય છે.બરવાળાના સામુહિક આરોગ્ય કેન્દ્રમાં એક જ ડોકટર છે. જયારે અન્ય ડોકટરોની જગ્યા ખાલી છે. ધંધુકા સબ ડિસ્ટ્રિકટ હોસ્પિટલ તેમજ સામુહિક આરોગ્ય કેન્દ્રમાં ડોકટરોની જે જગ્યાઓ ખાલી પડેલી છે તે વહેલી તકે પુરવા માટે રાજયના આરોગ્ય મંત્રીસમક્ષ ધંધુકાના પૂર્વ ધારાસભ્ય રાજેશ ગોહીલે લેખિત રજૂઆત કરી હતી.
રીપોર્ટર : સી કે બારડ
મો : 7600780700
+917600780700
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.