રેડિયોલોજીકલ અને ઇમેજિંગ એસોસિએશન સુરત અને રેડિયોલોજી વિભાગ, સરકારી મેડિકલ કોલેજ, સુરત ના સંયુક્ત ઉપક્રમે ન્યુરો ઇમેજિંગ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું. - At This Time

રેડિયોલોજીકલ અને ઇમેજિંગ એસોસિએશન સુરત અને રેડિયોલોજી વિભાગ, સરકારી મેડિકલ કોલેજ, સુરત ના સંયુક્ત ઉપક્રમે ન્યુરો ઇમેજિંગ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું.


રેડિયોલોજીકલ અને ઇમેજિંગ એસોસિએશન સુરત અને રેડિયોલોજી વિભાગ, સરકારી મેડિકલ કોલેજ, સુરત ના સંયુક્ત ઉપક્રમે ન્યુરો ઇમેજિંગ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું.

આ અંગે વધુ માહિતી આપતા રેડિયોલોજીકલ અને ઇમેજિંગ એસોસિએશન સુરત ના પ્રમુખ શ્રી ડો. ઉદય સુરાના એ જણાવ્યું કે રવિવાર ના રોજ સરકારી મેડીકલ કોલેજ સુરત ના "સુશ્રુત હોલ "ખાતે રેડિયોલોજીકલ અને ઇમેજિંગ એસોસિએશન સુરત અને સરકારી મેડિકલ કોલેજ ના રેડિયોલોજી વિભાગ ના સંયુક્ત ઉપક્રમે ન્યુરો ઇમેજિંગ કોન્ફરન્સનું આયોજન રેડિયોલોજી વિભાગના વડા ડો. પૂર્વી દેસાઈ ની ચેરમેશીપ હેઠળ , ડો. હિનલ ભગત અને ડો. ચિંતન શાહ દ્રારા સફળતાપૂર્વક કરવામાં આવ્યું હતું. આ અંગે માહિતી આપતાં એસોસિએશન ના સેક્રેટરી ડો. પ્રજ્ઞેશ વાઘેલા એ જણાવ્યુ કે સીટી સ્કેન અને એમ. આર. આઇ દ્વારા વિવિદ્ય રોગો ના નિદાન અંગે મુંબઈ નાં ખ્યાતનામ રેડીઓલોજીસ્ટ ડો. દીપક પાટકર અને સુરત ના ખ્યાતનામ ડો. વિરાટસિંહ વાઘેલા દ્વારા વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. કોન્ફરન્સમાં લગભગ 100 કરતા વધારે સુરત ઉપરાંત વલસાડ, વાપી તેમજ નવસારી ના રેડિયોલોજીસ્ટ તબીબો એ હાજરી આપી હતી. કોન્ફરન્સમાં ગવર્મેન્ટ મેડિકલ કોલેજ સુરત તેમજ સ્મીમેર મેડિકલ કોલેજના રેડિયોલોજી વિભાગના વિદ્યાર્થીઓએ વિવિધ રોગો પર પોતાના પોસ્ટર રજૂ કર્યા હતા. ગુજરાત મેડિકલ કાઉન્સિલ ના નિરીક્ષક તરીકે ડૉ. અનુકુલ નાઈક ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
સેમિનારમાં સિનિયર રેડીયોલોજીસ્ટ અને ગુજરાત રાજ્યના પ્રેસિડેન્ટ ઇલેક્ટ ડો. નવીન પટેલ ઉપરાંત રેડિયોલોજી એસોસિયેશનના ઉપપ્રમુખ ડો.જગદીશ વઘાસિયા, ખજાનચી ડો. કુમાર વકીલ તેમજ અન્ય સિનિયર રેડીયોલોજીસ્ટ ઉપસ્થિત રહ્યા હતા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.