મોદી કેબિનેટના મંત્રીઓનો પોર્ટફોલિયો:શાહ-રાજનાથ-નડ્ડા અને નિર્મલાને ફરી મંત્રીમંડળમાં જગ્યા, પૂર્વ સીએમ શિવરાજ-ખટ્ટર પણ બન્યા મંત્રી
નરેન્દ્ર મોદી આજે સતત ત્રીજીવાર વડાપ્રધાનપદના શપથ લેશે. કાર્યક્રમ રાષ્ટ્રપતિ ભવનમાં સાંજે 7.15 વાગ્યે થશે, પરંતુ આ પહેલાં જ સંભવિત મંત્રીમંડળની તસવીર સ્પષ્ટ થઈ ગઈ છે. એવી અટકળો છે કે મોદી સાથે લગભગ 63 મંત્રી શપથ લઈ શકે છે. એમાં અમિત શાહ, રાજનાથ સિંહ, નીતિન ગડકરી, પીયૂષ ગોયલ, જ્યોતિરાદિત્ય સિંધિયા અને અર્જુન રામ મેઘવાલ જેવા નેતા સામેલ છે. NDA સરકારના 63 સાંસદમાંથી ભાજપના 38 સાંસદ અને અન્ય સહયોગી પક્ષોના 25 સાંસદ હોઈ શકે છે, એટલે કે આ વખતે મોદી કેબિનેટમાં 40% સાંસદ બીજા પક્ષના હશે. અમિત શાહને ફરી ગૃહમંત્રી બનાવવામાં આવી શકે છે. JDUનાં રાજ્યસભા સાંસદ રામનાથ ઠાકુર અને મુંગેરના સાંસદ લલન સિંહને મંત્રી બનાવવાની ચર્ચા છે. એ જ સમયે TDP તરફથી રામ મોહન નાયડુ અને પી. ચંદ્રશેખર પેમ્માસાનીને મંત્રી બનાવવામાં આવી શકે છે. આ સિવાય 7 અન્ય પાર્ટીના એક-એક સાંસદને મોદી કેબિનેટમાં સ્થાન મળી શકે છે. NDA સરકારમાં મંત્રીપદને લઈને અજિત પવારની NCPમાં ઝઘડો ચાલી રહ્યો છે. પ્રફુલ પટેલ અને સુનીલ તટકરે બંને દાવા કરી રહ્યા છે. આવી સ્થિતિમાં અજિત પવાર આ વિવાદનો ઉકેલ કેવી રીતે લાવવો એની મૂંઝવણનો સામનો કરી રહ્યા છે. આ સમાચાર સતત અપડેટ થઈ રહ્યા છે....
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.