લખતર વણા રોડ ઉપર આવેલ શિવ એગ્રો ઇન્ડસ્ટ્રીઝમાં કોબ્રા સર્પ નીકળતા રેસ્ક્યુ કરવામાં આવ્યુ - At This Time

લખતર વણા રોડ ઉપર આવેલ શિવ એગ્રો ઇન્ડસ્ટ્રીઝમાં કોબ્રા સર્પ નીકળતા રેસ્ક્યુ કરવામાં આવ્યુ


લખતર વણા રોડ ઉપર આવેલ શિવ એગ્રો ઇન્ડસ્ટ્રીઝમાં કોબ્રા સર્પ નીકળતા રેસ્ક્યુ કરવામાં આવ્યુ
લખતર વઢવાણના વાઈલ્ડ લાઈફ મેમ્બર દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યુ લખતર ફોરેસ્ટ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યાહાલમાં ગરમી પડી રહી છે સાથે વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધતા ઝેરી સરીસૃપ સહિતના જીવજંતુ બહાર નીકળવાના બનાવમાં વધારો થઈ રહ્યો છે થોડાક દિવસ પહેલા સહયોગ વિદ્યાલય પાછળ અને હરિહરેશ્વર મહાદેવ પાસે નવાફળી પાસે કોબ્રા સર્પ નીકળવાના બનાવ બનવા પામ્યા હતા ત્યારે આજે લખતર વણા રોડ ઉપર આવેલ શિવ એગ્રો ઇન્ડસ્ટ્રીઝ માં કોબ્રા સાપ નીકળ્યો હતો કોબ્રા સાપ ઘઉં સાફ કરવામાં માટેના કન્વેયર બેલ્ટની કુંડીમાં અગમ્ય કારણોસર પડી ગયો હતો આ બાબતની જાણ લખતર અને વઢવાણના વાઈલ્ડ લાઈફ મેમ્બર વિજય જોષી અને દર્શન સોનીને કરવામાં આવતા બન્ને ત્યાં પહોંચી ગયા હતા તેમની સાથે લખતર ફોરેસ્ટ કર્મચારી વાઢેરભાઈ અને સોલંકીભાઈને થતા તેઓ પણ શિવ એગ્રો ઇન્ડસ્ટ્રીઝમાં પહોંચી ગયા હતા ત્યારે વઢવાણથી આવેલ વાઈલ્ડ લાઈફ મેમ્બર દર્શન સોની દ્વારા કુંડીમાં ઉતરી કોબ્રા સર્પને હાથેથી પકડીને બહાર કાઢવામાં આવ્યા હતો ત્યારબાદ તેમના દ્વારા આ સર્પને મારવાને બદલે ફોરેસ્ટ કર્મચારીને જાણ કરી વાઈલ્ડ લાઈફ મેમ્બરને બોલાવી કોઈપણ જાતિના સર્પનું રેસ્ક્યુ કરાવવા સમજાવવામાં આવ્યા હતા જેથી કરી સર્પનું જીવન બચી જાય અને ગરમીના કારણે વગડામાંથી રહેણાંક વિસ્તારમાં આવી ચડેલ સર્પને ફરી વગડામાં છોડી દેવામાં આવે

રિપોર્ટર વિજય જોષી લખતર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.