લખતર તાલુકા માં ધાર્મિક જગ્યાએ ટીટોડીએ જમીન ઉપર ઇંડા મુકતા ઓછા વરસાદ ની દહેસત - At This Time

લખતર તાલુકા માં ધાર્મિક જગ્યાએ ટીટોડીએ જમીન ઉપર ઇંડા મુકતા ઓછા વરસાદ ની દહેસત


લખતર તાલુકાના કારેલા પાટડી તાલુકાના રાજપર અને છબલી પરિવાર ત્રણ ગામ વચ્ચે આવેલ રણ વિસ્તારમાં આવેલી ધાર્મિક જગ્યામાં ટીટોડીએ જમીન ઉપર ઈંડા મુકતા ઓછો વરસાદ થવાની દહેશત
ખરગીયા ભરવાડ પરિવાર ના સુરાપુરા હરજીભા ગોહિલના સુરાપુરા દાદાની જગ્યા આવેલી છે
ત્રણ ગામ વચ્ચે આવેલ આ જગ્યા ઉપર વર્ષો પહેલા હરજીબાપા ગોહિલ નામના યુવાન મીંઢળ બંધ હાથે શહીદ થયેલ હતા હરજીબાપા મીંઢળ બાંધી પોતાનીજ જાન લઈ પરણવા જતા હતા ત્યારે તેમને જાણ થઈ હતી કે લૂંટારુઓ ગાયના ઘણને વાળીને લઈ જાય છે આથી તેઓ તુરંત જાનને ઉભી રાખી લૂંટારુઓ સાથે ધીંગાણે ચડ્યા હતા ગાયના ધણને છોડાવતી વખતે લૂંટારુઓએ તેમનો શિર છેદ કરી નાખ્યો હતો તેમછતાં સતયુગ હોય તેઓ લૂંટારું સાથે લડતા રહ્યા તેમનું ઘડ રામગ્રી ગામના તળાવની પાળ સુઘી લડયું હતું અને ત્યાં તેઓ ઢગલો થઈ ગયા હતા આ ધીંગાણામાં તેમની સાથે જાનમાં ઢોલ લઈ જતો ઢોલી અને તેમની સાથે જાનમાં જોડાયેલ કુતરો અને તેમની ગાય પણ શહીદ થયા હતા આ ધીંગાણામાં તેમને પરણવા આવી રહેલ હરજીબાપા શહીદ થઈ ગયા છે તેવી જાણ થતાં તેમના જેમની સાથે લગ્ન થવાના હતા તેવા નાથીમાં પણ તેમની સગાઈ કરેલ મંગેતર સાથે સતી થયા હતા આજે પણ કારેલા રાજપર છાબલી વચ્ચે આવેલ રણના હરજીબાપા ઢોલી તેમનો કૂતરો અને તેમની ગાયના પાળિયા આવેલ છે ત્યારે રામગ્રી ગામના તળાવની પાળ ઉપર હરજીબાપાના ઘડનો પાળિયો આવેલ છે ત્યાં નાનું મંદિર પણ આવેલ છે હાલમાં હરજીબાપાની જગ્યામાં ટીટોળીએ જમીન ઉપર ઈંડા મુકતા લોકવાયકા મુજબ ટીટોળીએ જમીન ઉપર ઈંડા મુકતા આ વર્ષે વરસાદ ઓછો થવાની શકયતા હોવાનુ જાણકાર દ્વારા જણાવવામાં આવી રહ્યુ છે

રિપોર્ટર વિજય જોષી લખતર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.