અનુ અગ્રવાલે એક્સિડન્ટ બાદ જોઈ હતી 'આશિકી':એક્ટ્રેસે કહ્યું, 'મારી યાદશક્તિ ગુમાવ્યા પછી આ ફિલ્મ જોઈ તો હું વિશ્વાસ ન કરી શકી કે આ હું હતી' - At This Time

અનુ અગ્રવાલે એક્સિડન્ટ બાદ જોઈ હતી ‘આશિકી’:એક્ટ્રેસે કહ્યું, ‘મારી યાદશક્તિ ગુમાવ્યા પછી આ ફિલ્મ જોઈ તો હું વિશ્વાસ ન કરી શકી કે આ હું હતી’


બોલિવૂડ એક્ટ્રેસ અનુ અગ્રવાલને 1990માં આવેલી ફિલ્મ 'આશિકી'થી જબરદસ્ત લોકપ્રિયતા મળી હતી. જો કે, તેને આ સફળતા થોડા દિવસ સુધી જ રહી હતી કારણ કે આ પછી એક અકસ્માતને કારણે તેનું જીવન સંપૂર્ણપણે બદલાઈ ગયું. આ અકસ્માતને કારણે અનુનો લૂક નહોતો બદલાયો પરંતુ યાદશક્તિ પણ ગુમાવી દીધી હતી. અકસ્માત પછી 'આશિકી' જોઈ
હાલમાં જ એક ઇન્ટરવ્યૂમાં અનુએ અકસ્માત બાદ તેમના જીવનમાં આવેલા ફેરફારો વિશે ખુલ્લીનેવાત કરી હતી. અણુએ કહ્યું, મેં અકસ્માત પછી 'આશિકી' જોઈ હતી. મારી માતાએ મને આ ફિલ્મ બતાવી હતી પરંતુ મારી યાદશક્તિમાં ઘટાડો થવાને કારણે હું આ ફિલ્મ સાથે બિલકુલ તાલમેલ બેસાડી શકી નહોતી. મારી મા કહેતી રહી કે એ તું જ છે પણ એક બાળકની વારંવાર આ ફિલ્મ જોતી હતી પરંતુ મને ન તો કંઈ સમજાતું હતું કે નહોતો કઈ યાદ હતું. અનુ કમબેક પર બોલી
અનુએ કહ્યું કે, મેં મારી પ્રથમ કમાણી મૉડલિંગ અને પછી ફિલ્મોથી કરી હતી. હું એક એક્ટ્રેસ છું. હું ઘણા સમયથી ફિલ્મોથી દૂર હોવા છતાં પણ હું એક્ટિંગ કરવા માગું છું. મેં ફિલ્મ નિર્માતાઓને મળવાનું શરૂ કર્યું છે, હું સ્ક્રિપ્ટ પણ સાંભળું છું. જો મને કંઈક ગમશે, તો હું ચોક્કસપણે કોઈ પ્રોજેક્ટ સાઈન કરીશ. અનુ 1996માં લાઈમલાઈટથી દૂર થઈ ગઈ હતી
રાહુલ રોય અને અનુ અગ્રવાલે મહેશ ભટ્ટ દ્વારા નિર્દેશિત 'આશિકી'થી બોલિવૂડમાં પ્રવેશ કર્યો હતો. આ ફિલ્મ પછી અનુએ ઘણી ફિલ્મો કરી પરંતુ કોઈ પણ તેને સફળ ન કરી શકી. 1996માં અનુએ પોતાની જાતને લાઈમલાઈટથી દૂર કરી હતી. આ પછી 1999માં ભયંકર અકસ્માત થયો, જેના પછી અનુ 29 દિવસ સુધી કોમામાં રહી અને તેની યાદશક્તિ ગુમાવી દીધી. આ દિવસોમાં અનુ ફરીથી કમબેક કરવાનો પ્રયાસ કરી રહી છે. તે ઘણી ફિલ્મોની સ્ક્રિપ્ટ વાંચી રહી છે. 1996માં રિલીઝ થયેલી દેવ આનંદ સ્ટારર 'ધ રિટર્ન ઑફ ધ જ્વેલ થીફ' અનુની છેલ્લી ફિલ્મ હતી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.