ભારતીય મજદુર સંધ સંલગ્ન બોટાદ જિલ્લાી મજદુર સંધની જીલ્લા કારોબારી ની બેઠક યોજાઇ - At This Time

ભારતીય મજદુર સંધ સંલગ્ન બોટાદ જિલ્લાી મજદુર સંધની જીલ્લા કારોબારી ની બેઠક યોજાઇ


ભારતીય મજદુર સંધ સંલગ્ન બોટાદ જિલ્લાી મજદુર સંધની જીલ્લા કારોબારી ની બેઠક યોજાઇ

ભારતિય મઝદુર સંધ સંલગ્ન બોટાદ જિલ્લા મઝદુર સંધની જીલ્લા કારોબારી કમીટીની બેઠક બોટાદ જીલ્લા અધ્ય‍ક્ષ શ્રી રાજુભાઇ ડેરૈયાના અધ્યક્ષ સ્થાને તા.૦૮ જુન ૨૦૨૪ શનિવાર ના રોજ ભારતીય મજદુર સંધ ગુજરાત પ્રદેશ ઉપાધ્યક્ષ શ્રી રાજેન્દ્ર્સિંહ ચુડાસમા તેમજ પ્રદેશમંત્રી શ્રી સમીરભાઇ એચ. જોશીની ઊપસ્થિતીમાં યોજાયેલ. આ બેઠકમાં બોટાદ જીલ્લા કારોબારીના સદસ્યો તેમજ તાલુકા કમીટીના સદસ્યો હાજર રહેલ. તેમજ ભારતીય મજદુર સંધની સ્થાપના ૨૩ જુલાઇ ૧૯૫૫ ના રોજ માન.દતોપંત ઠેંગડીજી ધ્વારા કરવામાં આવેલ. જે મુજબ બી એમ એસ ની સ્થા પના ને ૬૯ વર્ષ પુર્ણ થઇ આગામી સમયમાં ૭૦ માં વર્ષ પ્રવેશ થનાર હોઇ જેને અનુલક્ષીને બીએમએસ ની નીતીરીતી તથા કાર્યપ્રણાલી અને સામાજીક હિત સંબંધીત કામગીરીઓની જાણકારી બોટાદ જીલ્લાના તમામ તાલુકાના ગામ સુધી પ્રસરાવવા એકજુથ થઇ કામગીરી કરવા નિર્ણય કરવામાં આવેલ.
આ કામગીરી માટે ભારતીય મજદુર સંધ સાથે જોડાયેલ તમામ યુનીટ જેમ કે, મધ્યાહન ભોજન યોજના કર્મચારી સંધ, ગુજરાત એસ.ટી પરીવહન કર્મચારી સંધ, ગુ.પા.પુ.બોર્ડ, આશા-આંગણવાડી કર્મચારી સંધ, નગરપાલિકા તથા જીલ્લામાં આવતા અન્ય અસંગઠીત યુનીટોના કર્મચારીઓને તન મન ધન થી સહયોગ આપવા જીલ્લા અધ્યક્ષ ધ્વારા અનુરોધ કરવામાં આવેલ. બેઠકનું સંચાલન જીલ્લા મંત્રી કુલદીપભાઇ ધાધલ ધ્વારા તેમજ સલગ્ન વ્યવસ્થા શ્રી રાજભાઇ પરમાર તથા હિતેશભાઇ સીંગલ ધ્વાારા કરવામાં આવેલ.
અહેવાલ કનુભાઈ ખાચર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.