વેકેશનમાં બાળકોમાં ધાર્મિક સંસ્કારોનું સિંચન થાય તે હેતુથી જીનાલયમાં પક્ષાલ પુજા તેમજ ઉપાશ્રયમાં શિબિર અને પ્રભાવનાનુ આયોજન કરાયું. - At This Time

વેકેશનમાં બાળકોમાં ધાર્મિક સંસ્કારોનું સિંચન થાય તે હેતુથી જીનાલયમાં પક્ષાલ પુજા તેમજ ઉપાશ્રયમાં શિબિર અને પ્રભાવનાનુ આયોજન કરાયું.


જીનાલયમાં પક્ષાલ પુજા કરવા આવે તેને સિલ્વર ગ્રુપ દ્વારા તેમજ દાતાઓ નાં સહયોગથી ગીફ્ટ વિતરણ કરાઈ.

સુરેન્દ્રનગર જૈન સોસ્યલ ગ્રુપ સિલ્વર અવનવા મનોરંજનના કાર્યક્રમની સાથે સાથે જીવદયા, સમાજ સેવા અને ધાર્મિક કાર્યો માટે પણ જાણીતું છે ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ શ્રી મહાવીર સ્વામી કલ્યાણક નિમિતે પક્ષીઓ માટે 600 પાણીના કુંડા, 4800 પક્ષી ઘર, કાંગ અને જારનું નિઃશુલ્ક વિતરણ તેમજ 3 અલગ અલગ જગ્યા પર પીવાના પાણીની પરબ ચાલુ કરવામાં આવી હતી સુરેન્દ્રનગર જીલ્લામાં હાલમાં વેકેશનનો માહોલ છે ત્યારે જૈન સમાજના બાળકોમાં ધાર્મિક સંસ્કારોનું સિંચન થાય તે માટે જીનાલયોમાં પક્ષાલ પૂજા તેમજ ઉપાશ્રયમાં શિબિરનું આયોજન કરાયું હતું વેકેશનમાં બાળકો મોબાઈલ અને ટીવી પાછળ પોતાનો સમય વ્યથિત કરે છે જેના બદલે તેઓ થોડો સમય જૈન ધર્મના સંસ્કાર મેળવે તે માટે આયોજન કરવામાં આવેલ છે જૈન ધર્મમાં તીર્થકર ભગવાનની પક્ષાલ પુજાનું અનેરું મહત્વ રહેલું છે ત્યારે વેકેશનના સમયમાં બાળકોમાં ધાર્મિક ગુણો વિકસે તે માટે પક્ષાલ પૂજાનું 7 જિનાલયોમાં પક્ષાલ પૂજા અને ઉપાશ્રયમાં શિબિરનું આયોજન તારીખ 05/05/2024 થી 09/06/2024 સુધી દર રવિવારે આયોજન કરવામાં આવેલું છે પક્ષાલ પૂજા તેમજ શિબિરમાં 350થી વધુ સંખ્યામાં બાળકો જોડાયા હતા શ્રી ગીરનાર તીર્થ મંડળ શ્રી નેમિનાથ દાદાના મહાપક્ષાલની ઝાંખી કરાવે તેવા શંખનાદ, ઘંટનાદ, ઝાલર, ઢોલક અને ખંજરી સાથે સંગીતમય વાતાવરણમાં સંગીત સુરાવલી સાથે તેમજ શ્લોક, સ્તુતિ સાથે ના પક્ષાલમાં બાળકો પૂજાના વસ્ત્રોમાં આવ્યાં હતાં અને પક્ષાલનું આયોજન ગીરનાર પક્ષાલ મંડળ દ્વારા કરવામાં આવ્યું હતું પક્ષાલપૂજા દરમિયાન કે શિબિરમાં આવતા છોકરાઓના વાલીઓ દ્વારા જાણવા મળ્યા મુજબ આ આયોજનથી વેકશનનો સૌથી સારો ઉપયોગ થઇ શક્યો છે એકંદરે બાળકો વેકેશન માં મોબાઈલ અને ટીવી પાછળ પોતાનો સમય વ્યથિત કરે છે પરંતુ આ આયોજનથી બાળકોમાં ધાર્મિક સંસ્કારોનું સિંચન થાય છે હેતનાં પિતા દેવલભાઈ બાવિસીએ જણાવ્યા કે તેમનો પુત્ર બીજા ધોરણમાં અભ્યાસ કરે છે વેકેશન કે અન્ય સમયમાં વિડિયો ગેમ, રમત વિગેરેમાં વ્યસ્ત રહેતો હેત પક્ષાલ પુજા અને શિબિરમાં રેગ્યુલર આવ્યા બાદ તેનામાં ઘણો પરિવર્તન આવ્યો છે હવે તે રેગ્યુલર પુજા કરે છે અને ઘરેથી સ્કૂલ જતા પેહલા દાદા, મમી, પપ્પા ને પગે લાગીને જાય છે આ આયોજનને સફર બનાવવા સિલ્વર ગ્રુપના પ્રેસીડન્ટ કૃણાલભાઈ મહેતા, સેક્રેટરી ગુંજનભાઈ સંઘવી, વાઈસ પ્રેસીડન્ટ શ્રેણિકભાઈ શાહ, NPP તેમજ પ્રોજેક્ટ ચેરમેન કૃણાલભાઈ બાવીસી, NPP પિંકેશભાઈ શાહ, IPP અલ્પેશભાઈ દેસાઈ, ટ્રેઝરર નીખીલેશભાઈ શાહ, કારોબારી મેમ્બર રીપલભાઈ શાહ, PRO સંજયભાઈ સંઘવી, નીર્મેશભાઈ શાહ, જોઈન્ટ સેક્રેટરી મલકેશભાઈ દોશી દ્વારા મહેનત કરવામાં આવેલ છે તેમજ મિતુલભાઈ શાહ, નીલેશભાઈ દોશી, સુનીલભાઈ કોટક, અભિષેકભાઈ વોરા, પ્રતિકભાઈ શાહ, પંકિલભાઈ ધોળકીયા, મીતેશભાઈ દોશી, હિરેનભાઈ પરીખ, સુનીલભાઈ દોશી, ચિરાગભાઈ શાહ સહીત સમગ્ર કારોબારી ટીમ પક્ષાલપૂજામાં પ્રોજેક્ટ સફર બનાવવા હાજર હોય છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.