રાજકોટમાં કુલ 1200 જેટલી મિલકતો જોખમી હોવાનું સામે આવ્યું, સુધારા માટે સીલ ખોલવામાં આવશે, સર્વે પૂરો થવામાં હજુ 10 દિવસ લાગશે
રાજકોટ TRP ગેમઝોનનાં અગ્નિકાંડ બાદ કોર્પોરેશન તંત્ર દ્વારા ફાયર NOC તેમજ BU સર્ટિફિકેટને લઈને સઘન તપાસ કરવામાં આવી રહી છે. છેલ્લા દસેક દિવસોથી ચાલી રહેલી આ તપાસમાં 60% જેટલી કામગીરી પૂર્ણ થઈ ચૂકી છે. હાલ મનપા તંત્ર દ્વારા ઉપયોગ માટે નહીં પણ સુધારા કરવા માટે સીલ ખોલવા મંજૂરી આપવામાં આવી રહી છે. જો કે, આ સર્વે પૂર્ણ થવામાં હજુ પણ 10 દિવસ જેટલો સમય લાગે તેમ છે. હાલ રજાના દિવસોમાં પણ આ તપાસની કામગીરી ચાલુ રાખવામાં આવી છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.