દર્દીને ટ્રીટમેન્ટ આપવા બાબતે સ્ટાફ, દર્દીના સગા ને ડૉક્ટર સામસામે આવ્યા - At This Time

દર્દીને ટ્રીટમેન્ટ આપવા બાબતે સ્ટાફ, દર્દીના સગા ને ડૉક્ટર સામસામે આવ્યા


રાજકોટની સિવિલ હોસ્પિટલ અવારનવાર કોઈ ને કોઈ કારણોસર વિવાદોમાં આવતી હોય છે ત્યારે આજે ફરી એક વખત સિવિલ હોસ્પિટલની ઘોર બેદરકારી સામે આવી છે. જેમાં સ્ટાફનાં સગાને પણ યોગ્ય સારવાર નહીં આપી, ડૉક્ટરે ઝપાઝપી કર્યાનો આરોપ લગાવવામાં આવ્યો છે. ડૉક્ટર દ્વારા દર્દી ગંભીર હોવા છતા સારવાર ન આપ્યાનો આક્ષેપ હોસ્પિટલમાં 16 વર્ષથી નોકરી કરતી મહિલા દ્વારા લગાવવામાં આવ્યો છે. ફક્ત એટલું જ નહીં ડૉક્ટરે હાથાપાઈ કરી હોવાનું પણ જાણવા મળ્યું છે. જોકે, આ આખી ઘટનાને મહિલાએ પોતાના મોબાઈલમાં રેકોર્ડ કરી લીધી હતી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.