કુંવરજીભાઇ બાવળિયા એ ઘેલાં સોમનાથ મહાદેવના દર્શન કરી જસદણ ખાતે આવેલ વિવિધ કચેરીઓ ની મુલાકાત લીધી
જસદણ-વિંછીયાના વિસ્તારના ધારાસભ્ય અને ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી શ્રી કુંવરજીભાઇ બાવળીયા સાહેબે ઐતિહાસિક ધાર્મિક સ્થળ એવા ઘેલા સોમનાથ ખાતે ભગવાન શિવજીના દર્શન કરી. જસદણ ખાતે આવેલ પ્રાંત કચેરી, મામલતદાર કચેરી, તાલુકા પંચાયત કચેરી, આઈ સી ડી એસ, મધ્યાહન ભોજન, નગરપાલિકા કચેરી, આરામગૃહ, રમત ગમત સંકુલ, જિલેશ્વર પાર્ક બગીચો, પશુ દવાખાનુ, સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ, પોલીસ સ્ટેશન, સરકારી ગોડાઉન તેમજ વિવિધ સરકારી કચેરીઓની મુલાકાત લઇ સંબંધિત અધિકારીઓ સાથે વિવિધ બાબતો પર ચર્ચા કરી.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.