કંગના રનૌત થપ્પડ કાંડ બાબતે FWICEએ આપ્યું રિએક્શન:ફેડરેશને આ ઘટનાને નિંદનીય ગણાવી, મહિલા કોન્સ્ટેબલ સામે કડક કાર્યવાહીની પણ માગ કરી
ફેડરેશન ઓફ વેસ્ટર્ન ઈન્ડિયા સિને એમ્પ્લોઈઝ (FWICE) એ કંગના રનૌતના થપ્પડ કેસમાં પોતાનું રિએક્શન આપ્યું છે. ફિલ્મ ફેડરેશને આ ઘટનાની સખત નિંદા કરી છે. ફેડરેશને તેમને થપ્પડ મારનાર મહિલા કોન્સ્ટેબલ કુલવિંદર સામે તાત્કાલિક કાયદેસરની કાર્યવાહી કરવાની માગ કરી છે. ફેડરેશન વતી કહેવામાં આવ્યું - ફેડરેશન આ ઘટનાની સખત નિંદા કરે છે. કંગના રનૌતે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં મોટા પાયે યોગદાન આપ્યું છે. હાલમાં લોકસભાની ચૂંટણી જીતીને કંગના સાંસદ પણ બની છે. આ મામલાને લઈને સમગ્ર ફિલ્મ ઈન્ડસ્ટ્રી દુઃખી છે. અમે કંગનાની સુરક્ષાને લઈને ખૂબ જ ચિંતિત છીએ. FWICE તે મહિલા કોન્સ્ટેબલ સામે કડક કાર્યવાહીની માગ કરી છે. જાણો શું હતી સમગ્ર ઘટના
મંડી સીટ પરથી લોકસભા ચૂંટણી જીત્યા બાદ કંગનાને ગુરુવારે (6 જૂન) ચંદીગઢ એરપોર્ટ પર CISF મહિલા કોન્સ્ટેબલ કુલવિંદર કૌરે થપ્પડ મારી હતી. આ ઘટના ગુરુવારે બપોરે 3.30 વાગ્યે બની હતી. કંગના ચંદીગઢથી દિલ્હી જઈ રહી હતી. ત્યારબાદ એરપોર્ટ પર સિક્યોરિટી ચેક દરમિયાન લેડી કોન્સ્ટેબલ સાથે ઝઘડો થયો અને તેણે તેમને થપ્પડ મારી દીધી હતી. CISF મહિલા કોન્સ્ટેબલે દાવો કર્યો હતો કે કંગનાએ મહિલા ખેડૂતોને 100-100 રૂપિયા લઈને ધરણાં પર બેસનાર મહિલા કહ્યું હતું. વિરોધપ્રદર્શનમાં મહિલા કોન્સ્ટેબલની માતા પણ હાજર રહી હતી. ખેડૂતોના આંદોલન દરમિયાન કંગના રનૌત દ્વારા આપવામાં આવેલા નિવેદનથી કુલવિંદર ઘણી નારાજ હતી. આ કારણથી તેમણે કંગના પર હુમલો કર્યો. હુમલા બાદ તરત જ તેને કસ્ટડીમાં લેવામાં આવી હતી. કંગનાનો આરોપ- મહિલા જવાવે મારી સાથે ખરાબ વર્તન કર્યું
કંગનાએ પણ ઈન્સ્ટાગ્રામ પર એક સ્ટોરી શેર કરીને આ ઘટનાની પુષ્ટિ કરી હતી. તેમણે કહ્યું હતું કે, 'હું સુરક્ષિત છું. ચંદીગઢ એરપોર્ટ પર મારી સાથે અકસ્માત થયો હતો. એરપોર્ટ પર એક મહિલા સૈનિકે મારી સાથે દુર્વ્યવહાર શરૂ કર્યો. તેણે કહ્યું કે તે ખેડૂતોના આંદોલનની સમર્થક છે. તેમણે અચાનક જ આવીને મને થપ્પડ મારી દીધી હતી. હું સુરક્ષિત છું, પરંતુ મારી ચિંતા પંજાબમાં વધી રહેલા ઉગ્રવાદ અને આતંકવાદને લઈને છે. આને કોઈક રીતે હેન્ડલ કરવું પડશે. કંગનાને થપ્પડ મારવાની ઘટના પર બોલિવૂડમાં ભાગલા પડી ગયા છે
આ મામલે બોલિવૂડ બે ભાગલા પડયા છે. સિંગર વિશાલ દદલાનીએ મહિલા કોન્સ્ટેબલ કુલવિંદરને થપ્પડ મારનારનું સમર્થન કર્યું છે, જ્યારે ગાયક મીકા સિંહે આ મામલે કંગનાનું સમર્થન કર્યું છે. મીકા સિંહે કહ્યું કે મહિલા કોન્સ્ટેબલને ત્યાં લોકોની સુરક્ષા માટે તૈનાત કરવામાં આવી હતી, તેમણે કોઈ મુસાફર પર હુમલો ન કરવો જોઈતો હતો. સિંગર વિશાલ દદલાનીએ સોશિયલ મીડિયા પર લખ્યું - હું ક્યારેય હિંસાનું સમર્થન કરતો નથી, પરંતુ હું તે મહિલા કોન્સ્ટેબલનો ગુસ્સો સમજી શકું છું. જો CISF તેની સામે કોઈ કાર્યવાહી કરશે તો હું ખાતરી કરીશ કે તેને કોઈ નોકરી મળે. જો તે લેવા માટે સંમત થાય. જય હિંદ, જય જવાન, જય કિસાન. સિંગર મીકા સિંહે લખ્યું- પંજાબી અને શીખ સમુદાય તરીકે અમે હંમેશા સેવા અને સુરક્ષાના ક્ષેત્રમાં અમારી ઓળખ બનાવી છે. એરપોર્ટ પર કંગના રનૌત સાથે જે થયું તે દુઃખદ છે. CISFના કોન્સ્ટેબલે માત્ર લોકોની સુરક્ષા માટે તૈનાત હોવા છતાં પોતાના અંગત ગુસ્સાને કારણે એક મુસાફર પર હુમલો કર્યો.' 'જો લેડી કોન્સ્ટેબલ આટલી ગુસ્સામાં હતી તો તેમણે એરપોર્ટની બહાર સિવિલ ડ્રેસમાં આ બધું કરવું જોઈતું હતું. અન્ય પંજાબી મહિલાઓને તેના પગલાનું પરિણામ ભોગવવું પડી શકે છે. તેમને નોકરીમાંથી પણ કાઢી મુકવામાં આવી શકે છે.'
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.