‘સ્ટાર્સ ઓફ ઇન્ડિયા’ એવોર્ડમાં ચીફ ગેસ્ટ તરીકે પહોંચી સારા:અનુપમ ખેર, અધ્યયન સુમન, શિવાંગી જોશી સહિત અન્ય સેલેબ્સ જોવા મળ્યા હતા
ગઈકાલે રાત્રે મુંબઈમાં 'સ્ટાર્સ ઓફ ઇન્ડિયા' એવોર્ડ્સનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઈવેન્ટમાં બોલિવૂડના અનેક સેલેબ્સ સામેલ થયા હતા. સારા અલી ખાન પણ એવોર્ડ સેરેમનીનો ભાગ બની હતી. સારાને એવોર્ડ ફંક્શનમાં ચીફ ગેસ્ટ તરીકે આમંત્રિત કરવામાં આવી હતી. આ દરમિયાન સારા ખૂબ જ સુંદર કોસ્ચ્યુમ પહેરેલી જોવા મળી હતી. તેના લુકને સોશિયલ મીડિયા પર ખૂબ પસંદ કરવામાં આવી રહ્યો છે. અભિનેત્રીએ શાઈની ટાઇગર પ્રિન્ટ સ્કર્ટ સાથે વાદળી રંગનું કટ સ્લીવ ટોપ પહેર્યું હતું. તેણે પિંક હીલ્સ સાથે પોતાનો લુક કમ્પ્લીટ કર્યો હતો. જ્યારે જ્વેલરીમાં સારાએ કાનમાં લટકતી નાની બુટ્ટી સિવાય કોઈ ખાસ જ્વેલરી નહોતી રાખી.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.