રશિયામાં 4 ભારતીય વિદ્યાર્થીઓનું ડૂબી જવાથી મોત:મૃતકોમાં બે છોકરા અને બે છોકરીઓ, મેડિકલનો અભ્યાસ કરતા હતા; મહારાષ્ટ્રના રહેવાસી હતા
રશિયામાં મેડિકલનો અભ્યાસ કરવા ગયેલા 4 ભારતીય વિદ્યાર્થીઓ નદીમાં ડૂબી જવાથી મૃત્યુ પામ્યા છે. જો કે, એકનો બચાવ થયો હતો. તમામ વિદ્યાર્થીઓ મહારાષ્ટ્રના જલગાંવના રહેવાસી હતા અને રશિયાના વેલિકી નોવગોરોડ શહેરમાં અભ્યાસ કરતા હતા. તેમના મૃતદેહને વહેલીતકે પરત લાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. બીજી તરફ મોસ્કોમાં ભારતીય દૂતાવાસે એડવાઈઝરી જાહેર કરીને વિદ્યાર્થીઓને એલર્ટ કરવામાં આવ્યા છે. તેઓએ શું ન કરવું જોઈએ તે જણાવ્યું છે.
ભારતીય દૂતાવાસે એડવાઈઝરીમાં કહ્યું- બેદરકારી બિલકુલ ન દાખવો
ભારતીય દૂતાવાસે એડવાઈઝરીમાં કહ્યું છે કે, રશિયામાં ભારતીય વિદ્યાર્થીઓના ડૂબી જવાની દુર્ભાગ્યપૂર્ણ ઘટનાઓ વારંવાર બની રહી છે. આવી બે ઘટનાઓ વર્ષ 2023માં બની હતી અને 2022માં ભારતીય
વિદ્યાર્થીઓ ડૂબી જવાથી મોતના છ કેસ નોંધાયા હતા. તેથી, એમ્બેસી તમામ ભારતીય વિદ્યાર્થીઓને દરિયાકિનારા, નદીઓ, તળાવો વગેરેની મુલાકાત લેતી વખતે અત્યંત સાવધાની રાખવા વિનંતી કરે છે. બેદરકારી બિલકુલ ન કરો. જો તમે આવી જગ્યાઓ પર જતા હોવ તો તમારી સાથે જરૂરી સુરક્ષા સાધનો લઈ જાઓ. મૃતકોમાં બે છોકરા અને બે છોકરીઓનો સમાવેશ
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, મૃતકોમાં બે છોકરા અને બે છોકરીઓનો સમાવેશ થાય છે. આ તમામની ઉંમર 18 થી 20 વર્ષની વચ્ચે છે. જલગાંવ જિલ્લા કલેક્ટર આયુષ પ્રસાદે જણાવ્યું હતું કે, વિદેશ મંત્રાલયની મદદથી, અમે રશિયામાં અમારા દૂતાવાસ અને સેન્ટ પીટર્સબર્ગમાં કોન્સ્યુલેટ જનરલનો સંપર્ક કર્યો છે. તેઓએ પીડિત પરિવારોને ઘણી મદદ કરી. અમે પોલીસ અને આપત્તિ મેનેજમેન્ટ અધિકારીઓ સાથે સહકાર કરી રહ્યા છે. અમે આશા રાખીએ છીએ કે આંતરરાષ્ટ્રીય પ્રોટોકોલ મુજબ મૃતદેહને ભારત પરત મોકલવામાં આવશે. ભારતીય કોન્સ્યુલેટ જનરલે કહ્યું કે, અમે પીડિત પરિવારોના સંપર્કમાં છીએ અને તેમને તમામ પ્રકારની સહાય પૂરી પાડી રહ્યા છીએ. સ્થાનિક વહીવટીતંત્ર દ્વારા શક્ય તેટલી વહેલી તકે મૃતદેહોને તેમના ઘરે પહોંચાડવા માટે સ્થાનિક પ્રશાસન સાથે કામગીરી કરવામાં આવી રહી છે. જે વિદ્યાર્થીનો જીવ બચી ગયો છે તેને યોગ્ય સારવાર આપવામાં આવી રહી છે. હાલ તેની હાલત જોખમની બહાર છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.