યુવરાજનગરમાં ઘરમાં ઘુસી યુવક પર પડોશી બંધુનો તીક્ષ્ણ હથિયારથી હુમલો
યુવરાજનગરમાં સામાન્ય વાતમાં ઘરમાં ઘુસી સરાણીયા યુવક પર પડોશી બંધુએ તીક્ષ્ણ હથિયારથી હુમલો કર્યો હતો. યુવકને બચાવવા વચ્ચે પડેલ તેમની માતા અને ભાઈને પણ બંને શખ્સોએ માર મારતા આજીડેમ પોલીસે ગુન્હો નોંધી તપાસ હાથ ધરી હતી.
આજી ડેમ ચોકડી પાસે યુવરાજનગર શેરી નં.1માં રહેતા વિશાલ રાયધન સિંધવ (ઉ.વ.22)એ નોંધાવેલ ફરીયાદમાં આરોપી તરીકે અજય ગોવિંદ ચૌહાણ અને વિજય ગોવિંદ ચૌહાણ (રહે. બન્ને યુવરાજનગર શેરી નં.1)નું નામ આપી જણાવ્યું હતું કે ગઈ રાત્રીના 11 વાગ્યાની આસપાસ મોટાભાઈ ભાવેશભાઈ પાનના ગલ્લે લીંબુ સરબત લેવા ગયો હતો.
ત્યારે ત્યાંથી લીંબુ સરબત લઈ પરત આવતો હતો ત્યારે બજારમાં અજય ચૌહાણ તેની સાથે બોલાચાલી કરવા લાગતા તેનો ભાઈ દોડીને ઘરે આવી જતા આરોપી અજય અને તેનો નાનો ભાઈ વિજય બંને ઘરે ધસી આવેલ અને બોલાચાલી કરી ગાળો આપી બંને ભાઈઓ ઢીકાપાટુનો માર મારવા લાગેલ હતા. દરમ્યાન આરોપીઓએ તીક્ષ્ણ હથિયારથી હુમલો કરતા તેઓને ગંભીર ઈજા પહોંચી હતી. તેમજ તેમની માતા વચ્ચે પડતા તેને પણ માર માર્યો હતો. બાદમાં બંને શખ્સો જાનથી મારી નાંખવાની ધમકી આપી નાસી છુટયા હતા. બાદમાં ઈજાગ્રસ્તને 108 મારફતે સારવારમાં ખસેડાયો હતો. બનાવ અંગેની ફરિયાદ પરથી આજીડેમ પોલીસે ગુન્હો નોંધી આરોપીની શોધખોળ હાથ ધરી હતી.
9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.