તલોદ પોલીસે ફરાર આરોપી ની ઝડપી લીધો - At This Time

તલોદ પોલીસે ફરાર આરોપી ની ઝડપી લીધો


*તલોદ પોલીસે ફરાર આરોપી ની ઝડપી લીધો*

*રિપોર્ટ:તૃષારકુમાર જોષી દ્વારા તલોદ,સાબરકાંઠા*

તલોદ કોર્ટે દ્વારા સજા ફરમાવવામાં આવેલ બે વર્ષ થી ફરાર આરોપી ને તલોદ પોલીસે આણંદ જિલ્લાના કરમસદ ખાતેથી ઝડપી કોર્ટ હવાલે કર્યો હોવાનુ જાણવા મળે છે
આ અંગે મળતી માહિતી મુજબ બે વર્ષ અગાઉ કરમસદ ના સંદીપ એકનાથ ધાડકે નામના એક ઇસમ વિરૂદ્ધ નાણાકીય લેવડ દેવડ સંદર્ભે ના એક કેસમાં તલોદ કોર્ટ મા કેસ ચાલી જતાં એક વર્ષની સજા અને 3751866 ની રકમ નો દંડ નો હુકમ કરવામાં આવતાં સંદીપ ધાદકે કોર્ટ મા શરણાગતિ સ્વીકારી સજા ભોગવવા ના બદલે ફરાર થઈ ગયો હતો આ અંગે તલોદ કોર્ટ દ્વારા તલોદ પોલીસ ને ફરાર આરોપી ને ઝડપી લેવા માટે તાકીદ કરી હતી તે દરમિયાન તલોદ ડી સ્ટાફ જમાદાર જયપાલ સિંહ રહેવર ને બાતમી મળી હતી કે તલોદ કોર્ટે દ્વારા સજા ફરમાવવામાં આવેલ સંદીપ ધાડકે પોતાના ઘેર આવેલ છે બાતમીના આધારે પોલીસે તેનાં વતન કરમસદ ખાતે તેનાં ઘેર છાપો મારી સંદીપ ધાડકે ને દબોચી લઈ તલોદ કોર્ટ મા રજુ કરતાં કોર્ટ સજાના અમલ કરવા માટે હિમતનગર સબ જેલ ખાતે મોકલી આપ્યો હતો.


7434904659
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.