થાનમાં સિરામિક ઉદ્યોગમાં વપરાતાં PNG ગેસમાં કમરતોડ ભાવ વધારો
ભાવ ઘટાડાની રજૂઆત બાદ વધારો કરાયો.
ગુજરાત સરકાર દ્વારા સિરામિક ઉદ્યોગમાં વપરાતાં PNG ગેસમાં કમરતોડ ભાવ વધારો કરવામાં આવ્યો હતો જેની હજુ કળ વળી નથી અને ઉધોગપતિઓ ભાવ ઘટાડાની રજુઆત માટે ગાંધીનગર પહોંચી ગયા હતા અને ઉધોગપતિ ઓની રજુઆતને જાણે કે કચરા ટોપલીમાં ફેંકી દઈ 1 નવેમ્બરથી રૂ. 12.50 નો નવો ભાવ વધારો કરી દેવામાં આવતાં 250 યુનિટ ઉપર દૈનિક રૂ. 40 લાખની અને વાર્ષિક 12 કરોડ રૂપિયાનું ભારણ પડતા સિરામિક ઉધોગની કમર ભાંગી જવાની તૈયારીમાં છે અત્યાર સુધીમાં પ્રજા દ્વારા જ્યારે જ્યારે સરકારમાં કોઈ પણ પ્રશ્નની રજુઆત કરવામાં આવી છે ત્યારે સરકારે નિરાકરણ લાવવાના બદલે ડામ જ આપ્યો હોવાનું ચર્ચાઈ રહ્યું છે થાનમાં સતત ધમધમતા સિરામિક ઉદ્યોગના 250 કારખાનાં ધમધમી રહ્યાં છે જે એક કારખાનમાં દૈનિક 1,300 કિલો ગેસ ગણતા દરરોજ 3,25,000 કિલો ગેસની વપરાશ ગણતા દૈનિક રૂ. 40 લાખનો અને માસિક 12 કરોડ રૂપિયાનો વધારો થઈ જતાં મરણ પથારીએ પડેલા ઉધોગ સમાપ્તિ તરફ આગળ વધી જશે ગુજરાત સરકાર દ્વારા શરૂઆતમાં 12 રૂપિયાથી અપાતા ગેસમાં 10 ઓકટોબરના રોજ ભાવ વધારો કરવામાં આવતા આશરે 10,000 શ્રમીકોને રોજગારી આપતા સિરામિક ઉદ્યોગની કમર ભાંગી જતા 10 ઓકટોબર બાદ 25 ટકા યુનિટો બંધ હાલતમાં પડયા છે હાલમાં તે યુનિટો ઊભા થઈ શકે તેવી કોઈ શક્યતા પણ દેખાઈ રહી નથી ત્યારે ફકત 20 દિવસમાં જ 1 નવેમ્બરથી ફરી રૂ. 12.50 નો વધારો કરવામાં આવ્યો છે કોરોના અને મંદીમાથી બેઠો થવા માંગતો સિરામિક ઉદ્યોગને સરકાર દ્વારા પડ્યા ઉપર પાટુ મારવાનો ઘાટ સર્જાયો છે અને સરકાર દ્વારા ચાલુ માસમાં 10 ઓકટોબરના રોજ ઙગૠ મા 10-50 રૂપિયાના ભાવ વધારો કર્યા બાદ 1 નવેમ્બરથી બીજો 12.50 રૂપિયાનો ભાવ વધારો જાહેર કરવામાં આવ્યો છે જેને કારણે સિરામીક ઉદ્યોગ પડી ભાંગવાના આરે ઉભો છે જાણે કે સિરામિક ઉદ્યોગપતી ઓનું સરકાર સામે કાઈ ઉપજતું ન હોય અને સરકાર પણ પ્રજાની રજૂઆતોને કચરા પેટીમાં નાખી દેતી હોવાનું જણાઇ રહ્યું છે જેનાં કારણે સરકાર દ્વારા ગેસના ભાવમાં રાહત આપવાના બદલે સિરામિક ઉદ્યોગને મૃત:પાય કરવાની દિશામાં પગલાં ભરાઇ રહ્યા હોવાનું જણાઈ રહ્યું છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.