બોટાદ જિલ્લામાં “જિલ્લાકક્ષા સ્પોર્ટસ કોલેજ” માટે પ્રથમ તબક્કામાં ૪ ઝોનમાં ૪ જિલ્લાકક્ષા સ્પોર્ટસ કોલેજ(DLSC) શરૂ કરવા માટે રસ ધરાવતી સંસ્થાઓ પાસેથી ઓનલાઈન અરજીઓ મંગાવાઈ - At This Time

બોટાદ જિલ્લામાં “જિલ્લાકક્ષા સ્પોર્ટસ કોલેજ” માટે પ્રથમ તબક્કામાં ૪ ઝોનમાં ૪ જિલ્લાકક્ષા સ્પોર્ટસ કોલેજ(DLSC) શરૂ કરવા માટે રસ ધરાવતી સંસ્થાઓ પાસેથી ઓનલાઈન અરજીઓ મંગાવાઈ


સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત, ગાંધીનગર દ્વારા વર્ષ ૨૦૨૪-૨૫માં દરેક જિલ્લામાં “જિલ્લાકક્ષા સ્પોર્ટસ કોલેજ” શરૂ કરવામાં આવનાર છે. જે અંતર્ગત પ્રથમ તબક્કામાં ૪ ઝોનમાં ૪ જિલ્લાકક્ષા સ્પોર્ટસ કોલેજ(DLSC) શરૂ કરવા માટે રસ ધરાવતી સંસ્થાઓ જેવી કે, સરકારી તથા ખાનગી કોલેજો કે સંસ્થાઓ પાસેથી તા. ૧૫/૦૬/૨૦૨૪ સુધી ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવે છે. “જિલ્લાકક્ષા સ્પોર્ટસ કોલેજ” અંગેની ઓનલાઈન અરજી sportsauthority.gujarat.gov.in વેબસાઈટ પરથી કરી શકાશે. જ્યારે “જિલ્લાકક્ષા સ્પોર્ટસ કોલેજ” પસંદગી માટેના ધારા-ધોરણો રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગના ઠરાવ ક્રમાંક:-SYCAD/MRT/e-file/19/2024/0030/B તા.૦૫/૦૩/૨૦૨૪માં દર્શાવ્યા મુજબના રહેશે.

UGC માન્ય યુનિવર્સીટી અથવા UGC માન્ય યુનિવર્સીટી સાથે સંલગ્ન કોલેજ, રમતના મેદાનો માટે ઓછામાં ઓછી ૫ એકર જમીનની ઉપલબ્ધિ જેમાં યુનિવર્સીટી/કોલેજમાં ઉપલબ્ધ મેદાન અને ઇન્ડોર રમતની માળખાકીય સુવિધાઓનો પણ સમાવેશ થશે. સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાતના જિલ્લા રમત સંકુલ નજીકની કોલેજ હોય તો તેને છુટછાટ આપી શકાશે. તેમજ ડી.એલ.એસ.એસ. શાળાની નજીકની કોલેજ/ યુનિવર્સીટીને અગ્રતા આપવામાં આવશે. ઓછામાં ઓછી ૨૦૦ વિધાર્થીઓ/વિદ્યાર્થીનીઓ માટે હોસ્ટેલ સુવિધા, પ્રાથમિક ખેલ સુવિધા અને વિકસિત મેદાન ઉપલબ્ધ હોય તે પ્રથમ પસંદગીને પાત્ર રહેશે.

“જિલ્લા કક્ષા સ્પોર્ટસ કોલેજ” અંગેનો ઠરાવ sportsauthority.gujarat.gov.in વેબસાઈટ પરથી મેળવી શકાશે. વધુ માહિતી માટે જિલ્લા રમત વિકાસ અધિકારી, તાલુકા સેવા સદન, બી-વીંગ, ૩ જો માળ, ઓફીસ નં.૦૪, પાળીયાદ રોડ, બોટાદ ખાતેથી મેળવી શકાશે તેમ જિલ્લા રમત વિકાસ અધિકારી બોટાદ દ્વારા જણાવવામાં આવ્યું છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.