સાબરકાંઠા: ખેડબ્રહ્મા તાલુકાના વરતોલ ગામે હરિત વસુંધરા યોજના લેન્ડ મોડલ હેઠળ ૫૦ હેક્ટરમાં અર્બન ફોરેસ્ટનું નિર્માણ કરાયુ
કલેક્ટરશ્રી નૈમેષ દવેના હસ્તે અર્બન ફોરેસ્ટ નું લોકાર્પણ કરાયું
સાબરકાંઠા જિલ્લામાં ખેડબ્રહ્મા તાલુકાના વરતોલ ગામે હરિત વસુંધરા યોજના લેન્ડ મોડલ હેઠળ ૫૦ હેક્ટરમાં સામાજિક વનીકરણ વિભાગ તેમજ સાબરકાંઠા વન વિભાગ દ્વારા નિર્મિત અર્બન ફોરેસ્ટનુ કલેક્ટરશ્રી નૈમેષ દવેના હસ્તે લોકાર્પણ કરાયું. તેમજ મંદિરમાં આવતા દર્શાનાર્થિઓને કલેક્ટરશ્રીના હસ્તે રોપા વિતરણ કરવામાં આવ્યું હતું.
સાબરકાંઠા સામાજિક વનીકરણ વિભાગ તેમજ સાબરકાંઠા વન વિભાગ દ્વારા યાત્રાધામ ખેડબ્રહ્મા શ્રી અંબિકા માતાજી મંદિર ખાતે જિલ્લાકક્ષાના વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી. જે અંતર્ગત મંદિર પરીસર તેમજ બગીચા વિસ્તારમાં પ્લાસ્ટિક એકત્રીકરણ ઝુંબેશ ચલાવી સાફસફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું.
હરિત વસુંધરા યોજના હેઠળ ખેડબ્રહ્મા તાલુકાના વરતોલ ગામે સરકારી પડતર જમીનમાં સને 2024 - 25 માં વેસ્ટ લેન્ડ મોડલ હેઠળ હેક્ટર 50 માં વાવેતરના કરી બનાવેલ અર્બન ફોરેસ્ટનું લોકાર્પણ કલેક્ટરશ્રી નૈમેષ દવેના હસ્તે લોકાર્પણ કરાયું હતું.
આ પ્રસંગે નાયબ વન સંરક્ષકશ્રી સામાજિક વનીકરણ વિભાગ, નાયબ વન સંરક્ષકશ્રી વન વિભાગ ,પ્રાંત અધિકારીશ્રી વન વિભાગનો સ્ટાફ ઉપસ્થિત રહી અર્બન ફોરેસ્ટ ખેડબ્રહ્મા ખાતે વૃક્ષારોપણ કર્યું હતું.
રિપોર્ટર દશરથસિંહ રાઠોડ
એટ ધિસ ટાઈમ ન્યુઝ
સાબરકાંઠા
8780795990
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.