નોન ટ્રાન્સપોર્ટની સીરીઝમાં ટુ વ્હીલર તથા ફોર વ્હીલર તેમજ ટ્રાન્સપોર્ટ સીરીઝના વાહનો માટે બાકી રહેલા સિલ્વર-ગોલ્ડન નંબરોનું ઈ-ઓક્શન થશે - At This Time

નોન ટ્રાન્સપોર્ટની સીરીઝમાં ટુ વ્હીલર તથા ફોર વ્હીલર તેમજ ટ્રાન્સપોર્ટ સીરીઝના વાહનો માટે બાકી રહેલા સિલ્વર-ગોલ્ડન નંબરોનું ઈ-ઓક્શન થશે


(માહિતી બ્યુરો, બોટાદ)
બોટાદ જિલ્લામાં વાહન ખરીદનારાઓ માટે આગામી તા. 15-06-2024થી નોન ટ્રાન્સપોર્ટની સીરીઝ GJ33J ટુ વ્હિલર તથા GJ33B -GJ33F ફોર વ્હિલર તથા ટ્રાન્સપોર્ટ સીરીઝ GJ33T વાહન માટેની સીરીઝના પસંદગીના બાકી રહેલા સિલ્વર ગોલ્ડન નંબરો ઓનલાઈન એપ્લીકેશન ઈ-ઑક્શનથી ફાળવવામાં આવશે. જેથી વાહન ખરીદ્યાના 30 દિવસ થયા હોય કે નવું વાહન ખરીદવાનું હોય તેની ઓનલાઈન રજીસ્ટ્રેશન માટે એપ્લીકેશન કરી ફી તથા કર ભરપાઈ કરી એઆરટીઓ કચેરી, બોટાદ ખાતે પસંદગી નંબરનું ઓનલાઈન ટેન્ડર બીડ ભરી ઈ-ઑક્શનમાં ભાગ લઈને મનગમતો પસંદગી નંબર મેળવવાની તકનો લાભ લઈ શકાય છે. તથા વાહન ખરીદ્યાના દિવસ-7માં સી.એન.એ. ફોર્મ ઓનલાઈન ભરવાનું રહેશે. તથા તેમનું પર્સનલ લોગીન કરી આ માટેની એપ્લીકેશન parivahan.gov.in વેબસાઈટ પર આ મુજબની કાર્યવાહી રહેશે.

તા. 15-06-24થી 17-06-2024 સમય બપોરે 16:00 સુધીમાં અરજી કરવાની રહેશે. તા. 17-06-24 થી 19-06-2024ના રોજ બપોર 16:00 સુધી બીડીંગ રહેશે. જે અરજદારોના ઈ-ફૉર્મ સી.એન.એ. ફોર્મ સાત દિવસની અંદર ઓનલાઈન સબમીટ(જમા) કરવાનું રહેશે. જેમણે સીએનએ ફોર્મ ભર્યુ હોય તેમને જ પસંદગી નંબરનું ટેન્ડર ભરી શકાશે. હરાજીમાં ટેક્નીકલ ખામીને કારણે રદ કરવાની સત્તા આરટીઓની અનામત રહેશે તેમ સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારી, બોટાદ દ્વારા જણાવવામાં આવ્યું છે. વધુ માહિતી લીંક https://youtu.be/03a9kfQI3kc.(E-procedure) પરથી મેળવી શકાય છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.