હિંમતનગર વર્તુળ કચેરી ખાતે “વીજ સલામતી જાગૃતિ રેલી”અને ‘હેલ્થ ચેક-અપ કેમ્પ’ યોજાયો
(આબીદઅલી ભુરા સાબરકાંઠા)
સાબરકાંઠા જિલ્લામાં હિંમતનગર વર્તુળ કચેરી ખાતે અધિક્ષક ઇજનેરશ્રી જી.જે ધનુલાના માર્ગદર્શન હેઠળ વીજ સલામતી સપ્તાહ” ની ઉજવણી અને ‘હેલ્થ ચેક-અપ કેમ્પ’ યોજાયો હતો. તારીખ ૦૧-૦૬-૨૦૨૪ થી ૦૭-૦૬-૨૦૨૪ દરમ્યાન દર વર્ષની જેમ આ વર્ષે પણ વર્તુળ કચેરી હિંમતનગર ખાતે “વીજ સલામતી સપ્તાહ” ની ઉજવણી માટે વિવિધ કાર્યક્રમો જેવા કે સેફ્ટી બેનર, લાઇન સ્ટાફ મિટિંગ, ક્રોસ બાઉન્ડ્રી મેઇનટેનન્સ, લાઇન મેઇનટેનન્સ, પેંફ્લેટ વિતરણ વગેરે કામગીરીનું આયોજન કરવામાં આવ્યુ છે. જેના ભાગરૂપે વીજ સલામતી જાગૃતિ રેલી” યોજાઇ હતી. આ રેલી હિંમતનગર વર્તુળ કચેરી થી હિંમતનગર શહેરના વિવિધ ભાગોમાં પ્રસ્થાન કર્યુ હતુ. જેમાં વર્તુળ કચેરીના ૨૦૦ કર્મચારીઓ તેમજ અધિકારીઓ જોડાયા હતા. અને નગરજનોમાં વીજ સલામતીઅંગે જાગૃતિ લાવવા અંગે સૂત્રોચાર કર્યા હતા.
વધુમાં, રેલીની પૂર્ણાહુતિ બાદ BAPS યોગીજી મહારાજ હોસ્પિટલ, શાહીબાગના સહયોગથી વર્તુળ કચેરી હિંમતનગર ખાતે કર્મચારીઓના આરોગ્યની કાળજીના ભાગરૂપે હેલ્થ ચેક-અપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યુ હતું.
આ કેમ્પમાં પૂજ્ય વિશ્વયોગી સ્વામીજીએ જણાવ્યુ હતુ કે આજના સમયમાં શરીર બાબતે નાનામાં નાની બાબતોની કાળજી રાખવી પણ કેટલી મહત્વપૂર્ણ છે તેનું મહત્વ સમજવ્યું હતું. આ સાથે અધિક્ષક ઇજનેર શ્રી જી.જે.ધનુલાએ પ્રસંગાનુરૂપ તેમના વિચારોને રજૂ કર્યા હતા. આ કાર્યક્રમમાં BMI(બોડી માસ ઇંડેક્સ), બ્લડ સુગર, આંખની ચકાસણી, બ્લડ પ્રેસર તથા અન્યની ચકાસણી કરવામાં આવી હતી.
આ કેમ્પમાં હિંમતનગર સ્વામિનારાયણ મંદિરના પૂજ્ય વિશ્વયોગી સ્વામીજી, પૂજ્ય પરમકિર્તન સ્વામીજી,સહાયક સચિવ શ્રી આર.એમ.લીંબાચીયા,હિંમતનગર વિભાગીય કચેરીના શ્રી આર.ડી.વરસાત તેમજ સં ઓપરેશન મેનેજર અમદાવાદ શ્રી દિપસિંહ મોરી ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.