વેલાળા કોલસાની ગેરકાયદેસર ખાણ માં અકસ્માતમાં વધુમાં એક મજુર નું સારવાર દરમિયાન મોત
*વેલાળા ગામે ગેરકાયદેસર કોલસાની ખાણમાં ઘાયલ શ્રમિક નું મોત*
*બે દિવસ પહેલા એક શ્રમિક નું મોત થયેલ હતું વધુમાં સારવાર દરમિયાન એક શ્રમિક નું મોત થતા બે શ્રમિકો ના મોત થયા*
થાનગઢ ના વેલાળા ગામે કોલસાની ગેરકાયદેસર ખાણો મા અકસ્માત નો બનાવ બનવા પામેલ હતો ત્યારે સ્થળ ઉપરજ એક મજુર નુ મોત થયેલ હતુ આજે વધુ એક મજુર નુ સારવાર હેઠળ મોત થતા કુલ મૃતક આંક બે ઉપર પહોંચી ગયો છે જયારે આ બાબતે બે ખાણ માલિક સામે માનવવધ નો ગુન્હો દાખલ કરવામાં આવેલ છે પરપ્રાંતિય મજુરો ના મોત થયેલા છે આ કોલસાની ગેરકાયદેસર ખાણો માં દરવર્ષે આશરે ૮૦ ઉપર મજુર ના મોત થાય છે છેલ્લા ત્રણ મહિના માં જ આશરે ૧૬ મજુર ના મોત થયા છે પરંતુ હાલ સુધી કોઈ ખનીજ માફીયાઓ ની ધરપકડ થઈ નથી તંત્ર પણ આ ખનીજ માફીયાઓ સામે કોઈ કડક કાર્યવાહી કરી શકે તેમ નથી કારણકે રાજકીય ઓથ ભુમાફિયા ધરાવે છે અને રાજકીય આગેવાનો અધિકારી ઓ પણ કોલસા ના કાળા કારોબાર માં કાળાહાથ કર્યા છે એટલે કોઈ કડક કાર્યવાહી થતી નથી અને માનવ જિંદગી ની કોઈ કિંમત આ ગેરકાયદેસર કોલસાની ખાણો માં નથી
*રામકુભાઇ કરપડા મુળી*
9825547085
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.