આંબેડકરનગરમાં પ્રૌઢાએ બિમારીથી કંટાળી ગળાફાંસો ખાઈ જીંદગી ટૂંકાવી
શહેરના એસટી વર્કશોપ પાછળ આવેલા આંબેડકરનગરમાં પ્રૌઢાએ બિમારીથી કંટાળી ગળાફાંસો ખાઈ જીંદગી ટૂંકાવી હતી. તેમના ઘરે કોઈ હાજર નહોતું, પણ પૌત્રી ઘરમાં રમતી હોય તે જોઇ જતા પાડોશીને જઈ કહ્યું કે, જલ્દી ચાલો મારા દાદી ટીંગાઈ રહ્યા છે. બનાવ સામે આવતા માલવીયાનગર પોલીસને જાણ કરાઈ હતી.
બનાવ અંગે પરિજનોએ આપેલી માહિતિ મુજબ, વનિતાબેન વાઘજીભાઈ ચાવડા(ઉં.વ.55, રહે.આંબેડકરનગર, શેરી નં.14, રાઠોડ પાન વાળી શેરી, એસટી વર્કશોપ પાછળ) પોતાના પુત્ર અને પુત્રવધુ તથા પૌત્રી અને પૌત્ર સાથે રહેતા હતા. આજે સવારે પુત્ર અને પુત્રવધુ મજૂરી કામે ગયા. ઘરે વનિતાબેન પૌત્રી અને પૌત્ર સાથે હતા. દરમિયાન વનિતાબેને ઘરના રૂમમાં હીંચકો બાંધેલી દોરી હુક સાથે બાંધી ગળાફાંસો ખાઈ લીધો હતો
. આ તરફ ઘરમાં રમતા પૌત્રી અને પૌત્રમાંથી પૌત્રી દાદીને ગળાફાંસો ખાધેલા જોઈ, દોડીને પાડોશમાં રહેતા જ્યોતિબેને જાણ કરી હતી. તેઓએ દ્રશ્ય જોઈ તુરંત પુત્ર અને પુત્રવધુને તેમજ 108માં જાણ કરી હતી. સ્થળ પર જ તબીબે પ્રૌઢાને મૃત જાહેર કર્યા હતા. પરિવાજનોએ કહ્યું કે, વનિતાબેન 2 બહેન અને 3 ભાઈમાં નાના હતા. તેમના પતિ લાંબા સમયથી રણુજા મંદિરમાં રહે છે. સંતનામાં 2 દીકરા અને 3 દીકરી છે. તેમને ડાયાબિટીસની બીમારી બાદ ડોકમાં સ્કિન ઇન્ફેક્શન થયું હતું. જેની દવા ચાલુ હતી. બીમારીથી કંટાળી પગલું ભર્યું હોવાનું અનુમાન છે. માલવીયાનગર પોલીસે મૃતદેહ પીએમ અર્થે ખસેડ્યો હતો.
9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.