આટકોટ ગોંડલ હાઇવે પર 11 કેવી વીજ લાઈન ના વાયર કોઈ આધાર વગર લટકી રહ્યા છે - At This Time

આટકોટ ગોંડલ હાઇવે પર 11 કેવી વીજ લાઈન ના વાયર કોઈ આધાર વગર લટકી રહ્યા છે


આટકોટ ગોંડલ હાઈવે પરના કરમાળ ઈશ્વરિયા હાઈવે પર 11 કેવી લાઈન ના વીજ વાયર તંત્ર ની બેદરકારી ના લીધે લટકી રહ્યા છે પ્રિ મોન્સૂન કામગીરી કેવી થઈ રહી છે તેની ગવાહી આપતા દ્રશ્યો સામે આવી રહ્યા છે અને 11 કેવી લાઈનના વીજ વાયર ગમે ત્યારે ત્રાટકે અને કોઈ મહામૂલી જિંદગી છીનવી લેતે રીતે લટકી રહ્યાછે. આટકોટ ગોંડલ હાઈવે પર ઈલેવન કેવી લાઈનના તાર કોઈ આધાર વગર લટકી રહ્યા છે.કરમાળ તરફથી જૂના ઈશ્વરિયા રસ્તા પર હાઈવે ના રાહદારી રસ્તા પાસે જ પોલના સ્ટેન્ડ તૂટી ગયેલા નજરે પડે છે. તેમજ દરેક તાર નીચે નમી ચૂક્યા છે. જેમાં એક તાર આખે આખો કોઈ જ આધાર વગર બીજા પોલના સ્ટેન્ડના આધારે જોવા મળે છે.પરંતુ તંત્રને આ બાબતનું ધ્યાનજ ન હોય તેમ લાગી રહ્યું છે. આ તકે ઈશ્વરિયા તેમજ કરમાળ વાડી વિસ્તારના લોકોનું કહેવું છે ઈલેવન કેવી લાઈનના પોલ પર પહેલા જે લોખંડના સ્ટેન્ડ પર તાર બાંધેલા એ તેના પર જ બાંધવા જોઈએ. કરમાળ ડેમની ગત વર્ષે બનેલી પુરની ભયંકર ઘટનામાં અનેક વિજપોલ ધરાશાયી થયા હતા અને તેમાં તંત્ર ઉઘતું ઝડપાયું હતું અને આજે પણ અમુક વીજ પોલ રીપેર થયા નથી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.