પેસેન્જર ભરવા બાબતે યુવાન પર હુમલો - At This Time

પેસેન્જર ભરવા બાબતે યુવાન પર હુમલો


રાજકોટની ગોંડલ ચોકડી ખાતે પેસેન્જર બેસાડવા બાબતે ઈકો ચાલક અને ટ્રાવેર્લ્સ ચાલક વચ્ચે માથાકુટ થઈ જતા ઈકો ચાલક યુવાન પર બે શખ્સોએ હુમલો કરતા ઈજાગ્રસ્ત યુવાન રાજકોટ સીવીલ હોસ્પીટલમાં દાખલ થયો હતો.પોલીસે બનાવ અંગે વધુ તપાસ હાથ ધરી છે.
આ અંગે સિવીલ હોસ્પીટલમાં દાખલ કરણ પોપટભાઈ મકવાણા ઉ.વ.22 રહે. પોરબંદર કોલીખડા વિસ્તાર એ આક્ષેપો કરતા જણાવ્યું હતું કે તે ઈકો ચલાવે છે ગઈકાલે સવારે તે ઈકોમાં પોરબંદરથી ભાડુ બાંધી રાજકોટ આવેલો પરત પોરબંદર જતી વખતે ખાલી જવુ એના કરતા પેસેન્જર ભરતુ જવુ તેવો વિચાર આવતા ગોંડલ ચોકડીએ પેસેન્જર ભરવા ઉભો રહ્યો હતો.
હજુ પેસેન્જર બેસાડતો હતો ત્યાંજ પાસે જ ટ્રાવેલ્સ બસ વાળા પેસેન્જર ભરતા હોય તેના ચાલક અને અન્ય માણસો ઈકો પાસે આવી ગયા હતા અને કેમ પેસેન્જર બેસાડશ? અહીથી તારે પેસેન્જર નથી બેસાડવાનાં તેમ કહી માથાકુટ કરવા લાગતા અને અપશબ્દો બોલવા લાગતા ઉગ્ર બોલાચાલી થઈ હતી પછી ટ્રાવેર્લ્સવાળા દીગુભા અને કાના નામના શખ્સે બેફામ ઢીકાપાટુનો માર મારતા કરણ અર્ધબેભાન જેવો થઈ જતા કોઈએ 108 ને ફોન કર્યો હતો. એમ્બ્યુલન્સ આવતા કરણને સિવીલ હોસ્પીટલમાં ખસેડાયો હતો અને બે ભાઈમાં મોટો છે તેમ જણાવ્યુ હતું.


9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.