ભારત દેશની દીકરી રેનાઈશા ચીખલીયા યુનાઇટેડ સ્ટેટ ઓફ અમેરિકામાં માત્ર ૧૩ વર્ષની ઉંમરે શૈક્ષણિક કારકિર્દી માટે પ્રેસિડેન્ટ એજ્યુકેશન એચીવમેન્ટ એવોર્ડ યુનાઇટેડ સ્ટેટના પ્રેસિડેન્ટ જો-બાયડન ના હસ્તે પ્રાપ્તકર્યો - At This Time

ભારત દેશની દીકરી રેનાઈશા ચીખલીયા યુનાઇટેડ સ્ટેટ ઓફ અમેરિકામાં માત્ર ૧૩ વર્ષની ઉંમરે શૈક્ષણિક કારકિર્દી માટે પ્રેસિડેન્ટ એજ્યુકેશન એચીવમેન્ટ એવોર્ડ યુનાઇટેડ સ્ટેટના પ્રેસિડેન્ટ જો-બાયડન ના હસ્તે પ્રાપ્તકર્યો


ભારત દેશની દીકરી રેનાઈશા ચીખલીયા યુનાઇટેડ સ્ટેટ ઓફ અમેરિકામાં માત્ર ૧૩ વર્ષની ઉંમરે શૈક્ષણિક કારકિર્દી માટે પ્રેસિડેન્ટ એજ્યુકેશન એચીવમેન્ટ એવોર્ડ યુનાઇટેડ સ્ટેટના પ્રેસિડેન્ટ જો-બાયડન ના હસ્તે પ્રાપ્ત કર્યો
અમેરિકામાં વસવાટ છતાં ચીખલીયા પરિવારની દીકરી ભારતીય સ્વદેશી સંસ્કારોને જાળવીને વિદ્યા અભ્યાસ કરી રહી છેઆપણી ભારતીય સંસ્કૃતિમાં દીકરીને અવ્વલ દરજ્જો આપવામાં આવ્યો છે, અને આપણી કહેવતો પણ એવી છે, દીકરી એટલે ઘરનો દીવડો... દીકરી હોય ત્યાં સાક્ષાત લક્ષ્મીજીનો વાસ હોય દીકરી એટલે બળતી બપોરે ટાઢા પાણીની છાલક, ઝાંખી ઝાંખી આંખોનું મેઘધનુષ, મધમધતાં ફૂલોની કટોરી, વહાલ નો દિરયો , પ્રેમ નું ઝરણું, પાપા કી પરીદાદાનાં હેતની હેલી ઢીંગલીઆ વાતની પ્રતીતિ તાજેતરમાં અમેરિકા દેશમાં આપણાં જૂનાગઢની દીકરીએ રેનાઈશાએ શૈક્ષણિક કારકિર્દી માટે અમેરિકાના પ્રેસિડેન્ટ જો-બાયડનના હસ્તે એવોર્ડ પ્રાપ્ત કરીને સિદ્ધ કરી બતાવી છે.
જૂનાગઢના અગ્રણી સર્જન ડો. દેવરાજભાઈ ચીખલીયા અને પુર્વ કેન્દ્રિય મંત્રી દિવંગત ભાવનાબેન ચીખલીયાના પૌત્રી રેનાઈશા ચીખલીયા હાલમાં અમેરિકા ખાતે વિદ્યાભ્યાસ કરી રહી છે, કુ.રેનાઇશા યુનાઇટેડ સ્ટેટમાં માતા તુલસીબેન અને પિતા શૌનક ચીખલીયા સાથે રહી વિદ્યાભ્યાસ તો કરે જ છે, સાથે-સાથે ભારતીય સંસ્કૃતિને જાળવીને પોતાની વિશિષ્ટ પ્રતિભાઓ નિખારતી રહી છે, જેમાં લીડરશીપ પબ્લિક સ્પીકિંગ, રાઇટીંગ, ફોટોગ્રાફી,મ્યુઝિક પ્લે જેમાં કીબોર્ડ બાંસુરી વાદન અને અનેક પ્રકારની વિવિધ પ્રવૃત્તિઓ માટે અવ્વલ નંબરે આવતી રહી છે, સાથે ભરત ગુંથન, ઠાકોરજીની સેવામાં દાદાનો સંસ્કાર વારસો સાચવી રહી છે.અત્રે ઉલ્લેખનિય છે કે રેનાઈશા સ્પેનીસ સહિત ઘણી ભાષાઓ પર સારૂ પ્રભુત્વ ધરાવે છે ડો.ડી.પી.ચીખલીયાની ૧૩ વર્ષની પૌત્રીએ તાજેતરમાં અમેરિકા ખાતે શૈક્ષણિક કારકિર્દી માટે પ્રેસિડેન્ટ એજ્યુકેશન એચિવમેન્ટ એવોર્ડ જે અમેરિકામાં અભ્યાસુ બાળકો માટે પોતાની વિશિષ્ટ સિદ્ધિઓ માટે અપાય છે, તે યુનાઇટેડ સ્ટેટના પ્રેસિડેન્ટ જો-બાયડનના હસ્તે પ્રાપ્ત કર્યો છે. જે ભારતીય દીકરી માટે એક વિશિષ્ટ સિદ્ધિ છે. દેશનું ગૌરવ વધારનારી છે. ગઈકાલે નાનકડી દીકરી રેનાઈશાની સિદ્ધિ દાદા ડૉ . ડી.પી.ચિખલિયા અને નાના વિજયભાઈ ચોટાઈ નાની ગીતાબેનના હસ્તે આનંદની પળો ની ખુશાલી વ્યક્ત કરી મિત્રો સાથે સુખની પળની વહેચણી કરી હતી. કાર્યક્રમના પ્રારંભે રાજકોટમાં બનેલી દુર્ઘટનાના ભોગ બનનાર દિવ્યાત્માઓને ચિર શાંતિ પ્રાપ્ત થાય તે માટે મૌનપાળી દિવંગતોને શ્રદ્ધા સુમન અર્પણ કર્યા હતા

રિપોર્ટ અસ્વિન પટેલ (માહિતી બ્યુરો જૂનાગઢ )


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.