નડ્ડાના ઘરે ભાજપના નેતાઓની બેઠક:અમિત શાહ, રાજનાથ સિંહ હાજર; મોદીના શપથ ગ્રહણમાં 5 દેશના નેતાઓને આમંત્રણ; બીજી બાજુ અમૃતસરમાં ખાલિસ્તાન તરફી નારા લાગ્યા
દિલ્હીમાં ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડાના ઘરે ગુરુવારે (6 જૂન) બેઠક મળી છે. અમિત શાહ અને રાજનાથ સિંહ સહિત ભાજપના દિગ્ગજ નેતાઓ બેઠકમાં હાજર છે. બેઠકમાં નવી સરકાર બનાવવા અને શપથ ગ્રહણની તૈયારીઓ પર ચર્ચા કરવામાં આવશે. બીજી તરફ ચૂંટણી પંચ આજે સાંજે સાડા ચાર વાગ્યે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને મળશે. મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમાર નવા સાંસદોના નામની યાદી રાષ્ટ્રપતિને સુપરત કરશે. તેઓ સત્તાવાર રીતે રાષ્ટ્રપતિને
જણાવશે કે સૌથી મોટી પાર્ટી કે ગઠબંધન કોણ છે, કોની પાસે બહુમતી છે અને કોણ સરકાર બનાવવાનો દાવો કરી રહ્યું છે. આ પછી રાષ્ટ્રપતિ તે પાર્ટી અથવા ગઠબંધનના નેતાને સરકાર બનાવવા માટે આમંત્રણ આપશે. બુધવારે (5 જૂન) નરેન્દ્ર મોદી સર્વસંમતિથી ગઠબંધનના નેતા તરીકે ચૂંટાયા હતા. સૂત્રોએ જણાવ્યું કે 7
જૂનના રોજ, તેઓ ભાજપ સંસદીય દળ-એનડીએ સંસદીય દળના નેતા તરીકે ચૂંટાશે. આ પછી તેઓ સરકાર બનાવવાનો દાવો રજૂ કરશે. શપથ ગ્રહણ 8 જૂને યોજાઈ શકે છે. NDAના બધા સાથી પક્ષોએ કહ્યું છે કે તેઓ સાથે છે. હવે સરકાર કેવી હશે અને તેની રૂપરેખા કેવી હશે તે અંગે મંત્રણાનો રાઉન્ડ શરૂ થયો છે. ભાજપ તરફના સૂત્રોના જણાવ્યા મુજબ અમિત શાહ, જેપી નડ્ડા અને રાજનાથ સિંહને સાથી પક્ષો સાથે વાતચીત કરવાની જવાબદારી સોંપવામાં આવી છે. સમાચાર એજન્સી પીટીઆઈના જણાવ્યા અનુસાર મોદીના શપથ ગ્રહણ સમારોહ માટે ભારતના પડોશી દેશોના નેતાઓને આમંત્રણ મોકલવામાં આવશે. જેમાં શ્રીલંકાના રાષ્ટ્રપતિ રાનિલ વિક્રમસિંઘે, બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીના, નેપાળના પીએમ પ્રચંડ અને મોરેશિયસ અને ભૂટાનના નેતાઓનો સામેલ થશે. શ્રીલંકાના રાષ્ટ્રપતિના મીડિયા વિભાગે પણ આ વાતની પુષ્ટિ કરી છે. બીજી તરફ પંજાબમાં ઓપરેશન બ્લુ સ્ટારની 40મી વરસીની ઉજવણી કરવામાં આવી રહી છે. અમૃતસરના ગોલ્ડન ટેમ્પલમાં શીખ સમુદાયના લોકોની મોટી ભીડ એકઠી થઈ છે. અહીં ટોળાએ હાથમાં તલવારો લઈને ખાલિસ્તાન ઝિંદાબાદના નારા લગાવ્યા હતા. ઓપરેશન બ્લુ સ્ટારમાં માર્યા ગયેલા જરનૈલ સિંહ ભિંડરાંવાલેના પોસ્ટરો પકડીને તેમના સમર્થનમાં સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. ગઈકાલે મળેલી બેઠકમાં TDP ચીફ ચંદ્રબાબુ નાયડુ, બિહારના સીએમ નીતિશ કુમાર, મહારાષ્ટ્રના સીએમ એકનાથ શિંદે સહિત 14 પાર્ટીઓના 21 નેતાઓ હાજર રહ્યા હતા. મોદીએ નાયડુ અને નીતિશ સાથે અલગ-અલગ બેઠકો પણ કરી હતી. એવું માનવામાં આવે છે કે બંનેએ ગઠબંધન ચાલુ રહેશે તેવી ખાતરી આપી હતી. લોકસભા ચૂંટણીમાં બહુમતી મેળવ્યાના બીજા દિવસે બુધવારે (5 જૂન) NDAએ સર્વસંમતિથી નરેન્દ્ર મોદીને નેતા તરીકે ચૂંટ્યા. પીએમ આવાસ પર મળેલી બેઠકમાં પસાર કરાયેલા ઠરાવમાં કહેવામાં આવ્યું છે કે, 'અમને ગર્વ છે કે NDA મોદીના નેતૃત્વમાં ચૂંટણી લડ્યું અને જીત્યું.' લોકસભા ચૂંટણીમાં ભાજપને સ્પષ્ટ બહુમતી મળી નથી. પાર્ટીને 240 સીટો મળી છે. બહુમતીના આંકડા (272) કરતા આ 32 બેઠકો ઓછી છે. આવી સ્થિતિમાં, તે 14 સહયોગીઓના 53 સાંસદો સાથે ગઠબંધન સરકાર ચલાવશે. જેમાં ચંદ્રાબાબુની TDP 16 બેઠક સાથે બીજા નંબર પર છે અને નીતિશની JDU 12 સીટો સાથે ત્રીજા નંબર પર છે. બંને પક્ષો ઈચ્છે છે કે સીટોમાં મુખ્ય ભાગીદાર હોવાને કારણે તેમને કેબિનેટમાં પણ અનુરૂપ હિસ્સો આપવામાં આવે. રક્ષા, રેલવે અને કૃષિ જેવા મુખ્ય મંત્રાલયો પર મોટા સહયોગીઓની નજર
કેન્દ્ર સરકારના 10 સૌથી શક્તિશાળી અને સમૃદ્ધ મંત્રાલયોમાં ગૃહ, રક્ષા, નાણાં, વિદેશ, રેલવે, માહિતી પ્રસારણ, શિક્ષણ, કૃષિ, માર્ગ પરિવહન અને નાગરિક ઉડ્ડયન છે. એકમાત્ર બહુમતીના કારણે ભાજપે 2019 અને 2014માં તમામ મુખ્ય વિભાગો પોતાના હાથમાં રાખ્યા હતા. અહેવાલ છે કે આ વખતે જેડીયુ રેલવે-કૃષિ મંત્રાલય સાથે મળીને બિહાર માટે વિશેષ પેકેજ પર નજર રાખી રહ્યું છે. તેમજ, TDP લોકસભા સ્પીકર, ત્રણ મોટા મંત્રાલયો અને વિશેષ દરજ્જો માંગે છે. સૂત્રોએ જણાવ્યું કે, 7 જૂને મોદીને બીજેપી સંસદીય દળ-NDA સંસદીય દળના નેતા તરીકે પસંદ કરવામાં આવશે. આ પછી સરકાર બનાવવાનો દાવો રાષ્ટ્રપતિ સમક્ષ રજૂ કરવામાં આવશે. શપથ ગ્રહણ 8 જૂને થઈ શકે છે. ભાજપ પાસે બહુમતી નથી, 14 સાથી પક્ષોના 53 સાંસદોનું સમર્થન
લોકસભા ચૂંટણીમાં ભાજપને સ્પષ્ટ બહુમતી મળી નથી. પાર્ટીને 240 સીટો મળી છે. બહુમતીના આંકડા (272) કરતા આ 32 બેઠકો ઓછી છે. આવી સ્થિતિમાં તેમણે 14 સાથી પક્ષોના 53 સાંસદો સાથે મળીને ગઠબંધન સરકાર ચલાવશે. જેમાં ચંદ્રાબાબુની TDP 16 બેઠક સાથે બીજા નંબર પર છે અને નીતિશની JDU 12 સીટો સાથે ત્રીજી સૌથી મોટી પાર્ટી છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.