સુરેન્દ્રનગર – થાનગઢની સેવાકીય સંસ્થાઓ, સેવાકીય મિત્રો, અને ધર્મપ્રેમી લોકોના સહિયારા પ્રયાસથી કીડીને કણ તથા હાથીને મણ અંતર્ગત (ર૧૦૦૦ હજાર) નાળિયેરમાં કીડીયારુ પુરવાનો સંકલ્પ*
: અત્રેના પ્રત્યેક સેવાકીય ગ્રુપો, સેવાકીય મિત્રો, અને ધર્મપ્રેમી લોકોના સંયુક્ત પ્રયાસથી કીડીને કણ તથા હાથીને મણ ઉક્તિ અનુસાર ર૧૦૦૦ હજાર નાળિયેરમાં કીડીયારુ પુરવાનો સંકલ્પ સાથે પુન: જીવ દયા પ્રેમી જેવો એક કાર્યક્રમ આયોજિત થયો છે. કહેવાય છે કે એક લાખ લોકોના જમણવારનું જે પૂણ્ય મળે તેટલું પૂણ્ય કીડીયારુ ભરેલ એક નાળિયેરમાં હોય છે. અને આ સેવાયજ્ઞ માટે કીડીયારું ભરેલા નાળિયેર વીડ વિસ્તારમાં મૂકવા
તા.૬/૬/૨૦૨૪ના ગુરુવારે સવારે ૮:૦૦ વાગ્યે અહીંના શ્રી દુઃખ ભંજણી મેલડીમાં મંદિર રૂપાવટી રોડ થાનગઢ મૂકામેથી સેવાનિષ્ઠ નાગરિકો સંતો મહંતો દ્વારા દીપ પ્રાગટ્યથી આશીર્વાદ મેળવી પ્રસ્થાન થશે. કર્મનો સિદ્ધાંત સેવાયજ્ઞ અંતર્ગત આ સેવાકાર્ય માટે થાનગઢની ધર્મપ્રેમી જનતા તથા તમામ સેવાકીય ગ્રુપોને પધારવા હાર્દિક નિમંત્રણ આપવામાં આવ્યું છે. કમાલની વાત એ છે કે દેશ દુનિયામાં થાનગઢના આ સેવાયજ્ઞની નોંધ લેવાય એવો રેકોર્ડ બનાવવા જઈ રહ્યા હોવાથી સહકારની અપેક્ષા રાખી છે. વધુ માહિતી માટે સીતારામ ગૌશાળા સેવા ટ્રસ્ટ તથા શ્રી દુઃખ ભંજણી મેલડીમાં ગ્રુપ રૂપાવટી રોડ, થાનગઢનો સંપર્ક કરવા જણાવાય છે. ।। ૐ નમો ભગવતે વાસુદેવાય નમઃ ।।
રિપોર્ટર જયેશભાઇ મોરી
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.