શહેરમાં શનિ-રવિમાં ભારે પવન સાથે હળવા વરસાદની આગાહી
ચોમાસું સૌરાષ્ટ્રમાં 20મીની આસપાસ પહોંચશે
શહેરમાં મહત્તમ તાપમાન 41.4 ડિગ્રી નોંધાયું, સાંજે વાદળો છવાયા
રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં આકરી ગરમી પડી રહી છે. જૂન માસ શરૂ થતાં હવે ગરમીમાંથી રાહતની આશા સૌ કોઇ જોઈ રહ્યા છે. બુધવારે રાજકોટ શહેરનું મહત્તમ તાપમાન 41.4 ડિગ્રી સેલ્સિયસ રહ્યું હતું જેને લઈને આખો દિવસ તાપ અનુભવાયો હતો. સાંજના સમયે વાદળો છવાતા તડકામાં રાહત મળી હતી પણ ગરમી યથાવત્ રહી હતી. હવામાન વિભાગે શનિ-રવિમાં વરસાદની આગાહી કરી છે જોકે ત્યાં સુધીમાં મહત્તમ તાપમાનમાં ઘટાડો હાલ દેખાઈ રહ્યો નથી અને પારો 40 ડિગ્રી સેલ્સિયસની ઉપર રહેશે તેવી પૂરી શક્યતા છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.