વેરાવળ-પાટણ સંયુક્ત નગરપાલિકા દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી - At This Time

વેરાવળ-પાટણ સંયુક્ત નગરપાલિકા દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી


વેરાવળ-પાટણ સંયુક્ત નગરપાલિકા દ્વારા
વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી

ગીર સોમનાથ, તા. ૦પ: ગ્લોબલ વોર્મીંગના કારણે પૃથ્વીનું તાપમાન વધી રહ્યું છે. ત્યારે વધતા આ તાપમાનને લીલાછમ વૃક્ષોની હરિયાળી જ ઘટાડી શકે છે. અત્યારે આપણે જે ગરમીનો અનુભવ કરી રહ્યાં છે. તેની પાછળ ક્યાંક ને ક્યાંક પર્યાવરણનું નિકંદન સંકળાયેલું છે. આગામી પેઢીને સારૂ અને તંદુરસ્ત વાતાવરણ આપવા માટે વધુ વૃક્ષો વાવવા એ આજના સમયની નિતાંત જરૂરિયાત છે.
જેને ધ્યાનમાં રાખીને વેરાવળ-પાટણ સંયુક્ત નગરપાલિકા, N.S.S ના વિદ્યાર્થીઓ તેમજ સામાજીક વનીકરણ વિભાગ દ્વારા વિશ્વ પર્યાવરણ દિનની ઉજવણી કરવામાં આવી હતી અને નિર્મળ ગુજરાત સ્વચ્છતા અભિયાન અંતર્ગત શહેરમાં વિવિધ સ્થળો પર વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. આ સાથે, વધુમાં વધુ વૃક્ષો વાવીને તેનું જતન કરવા માટેની પ્રતિજ્ઞા લેવામાં આવી હતી.

વેરાવળ-પાટણ સંયુક્ત નગરપાલિકા દ્વારા પર્યાવરણની સમતુલા જળવાય અને પ્રતિબંધિત પ્લાસ્ટિકનો ઉપયોગ ન થાય તેની સાથે પર્યાવરણની જાળવણી થાય એવા હેતુથી સિંગલ યુઝ પ્લાસ્ટિક ડ્રાઇવ કરીને વેપારીઓ અને દુકાનદારને સમજૂતી આપવામાં આવી હતી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.