જાહન્વીએ અનંત-રાધિકાની બીજી પ્રી-વેડિંગ પાર્ટીના ફોટો શેર કર્યા:યુરોપમાં બોયફ્રેન્ડ સાથે મસ્તી કરતી જોવા મળી એક્ટ્રેસ, ગુરુ રંધાવાએ પીટબુલ સાથેની તસવીર શેર કરી - At This Time

જાહન્વીએ અનંત-રાધિકાની બીજી પ્રી-વેડિંગ પાર્ટીના ફોટો શેર કર્યા:યુરોપમાં બોયફ્રેન્ડ સાથે મસ્તી કરતી જોવા મળી એક્ટ્રેસ, ગુરુ રંધાવાએ પીટબુલ સાથેની તસવીર શેર કરી


એક્ટ્રેસ જાહન્વી કપૂરે હાલમાં યુરોપમાં અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટની બીજી પ્રી-વેડિંગ સેરેમનીમાં હાજરી આપી હતી. આ ફંક્શનમાં જાહન્વીની સાથે તેનો બોયફ્રેન્ડ શિખર પહાડિયા પણ જોવા મળ્યો હતો. હવે જાહન્વીએ આ બીજા પ્રી-વેડિંગ બેશની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી છે. આ તસવીરો શેર કરતાં તેમણે લખ્યું, 'આ બેસ્ટ વીકેન્ડ હતો. પ્રેમ અને સુંદર યાદો આપવા બદલ આપ સૌનો આભાર. 'મિસ્ટર એન્ડ મિસિસ માહી'નો પણ ઉલ્લેખ કર્યો
આ તસવીરોમાં યુરોપ ટ્રિપના ફોટા શેર કરવા ઉપરાંત જાહન્વીએ તેની હાલમાં રિલીઝ થયેલી ફિલ્મ 'મિસ્ટર એન્ડ મિસિસ માહી'ના કુલ કલેક્શનનો ફોટો પણ શેર કર્યો છે. રાજકુમાર રાવ અને જાહન્વી સ્ટારર આ ફિલ્મે 4 દિવસમાં 19.33 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું છે. ગુરુએ પીટબુલ સાથે ફોટો શેર કર્યો
બીજી તરફ ગુરુ રંધાવાએ પણ આ બીજા પ્રી-વેડિંગ બેશમાંથી ઇન્ટરનેશનલ સિંગર અને રેપર પિટબુલ સાથેનો ફોટો શેર કર્યો હતો. બંનેએ ક્રૂઝ પર યોજાયેલી આ પાર્ટીમાં પરફોર્મ કર્યું હતું. આ શેર કરતા ગુરુએ લખ્યું, 'પિટબુલ સર સાથે સ્ટેજ શેર કર્યું. તમને મળીને હંમેશા આનંદ થાય છે' ગુરુ અને પિટબુલ અગાઉ 2019માં T-Series માટે રિલીઝ થયેલા આલ્બમ 'Slowly-Slowly'માં સાથે કામ કરી ચૂક્યા છે. ક્રુઝ પર 4 દિવસ સુધી સેલિબ્રેશન ચાલ્યું
શાહરુખ ખાન, સલમાન ખાન, રણબીર કપૂર સહિત બોલિવૂડના ઘણા સેલેબ્સે અનંત-રાધિકાના બીજા પ્રી-વેડિંગ સેરેમનીમાં ભાગ લીધો હતો, જે 29 મે થી 1 જૂન સુધી યુરોપમાં 'સેલિબ્રિટી એસેન્ટ' ક્રૂઝ પર હતી. આંતરરાષ્ટ્રીય ગાયકો અને કેટી પેરી અને બેકસ્ટ્રીટ બોયઝ જેવા બેન્ડે પણ આ કાર્યક્રમમાં પરફોર્મ કર્યું હતું. અનંત અને રાધિકા 12 જુલાઈએ મુંબઈના Jio કન્વેન્શન સેન્ટરમાં લગ્નના બંધનમાં બંધાશે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.