જસદણ તાલુકામાં આંગણવાડીમાં ફળ, ગરમ નાસ્તા ના પૈસા ન ચૂકવતા આંગણવાડી મહિલાઓ કોપાઇમાન
જસદણ તાલુકામાં આંગણવાડીમાં ફરજ બજાવતા કાર્યકર બહેનો જે દરરોજ બાળકોને જે લીલા શાકભાજી, ગોળ, તલ, સીંગદાણા તેમજ સોમાવરે અને ગુરુવારે બાળકોને ફળ આપવાનું હોય છે આ જે ખરીદીની રકમ છે તે સરકારે એડવાન્સમાં ચૂકવવાનો જી.આર. છે પરંતુ એડવાન્સ ચૂકવવાની વાત તો એક બાજુ રહી પરંતુ છ માસથી આ રકમનું ચુકવણું થયેલ નથી આ બહેનો નજીવા પગારમાં કામ કરે છે તેમજ છ છ માસ રોકાણ કેવી રીતે કરી શકે? ખાસ જસદણમાં જ આવો અન્યાય કેમ? રાજકોટ જિલ્લાના દરેક તાલુકામાં બે માસે ચૂકવાઇ જાય છે તો જસદણમાં ચુકવણું ન થવાનું કારણ શું? આનો જવાબદાર કોણ? જસદણ તાલુકાના બહેનોને હવે રોકાણ કરવું પોસાય તેમ નથી તો જલ્દી ચુકવણું કરવાની માંગ કરી છે. જ્યારે ક્યારેક શાકભાજી ન ઉમેરાય અથવા નાસ્તો ઓછા વતો હોય તો અધિકારીઓ દ્વારા બહેનોને ધમકાવાય છે તો આ ચુકવણું ન થાય તો અધિકારીઓને કેમ કંઈ કોઈ કહેતું નથી? જેવા અનેક પ્રશ્નો સાથે એટ ધીસ ટાઇમ મીડિયામાં આંગણવાડી કાર્યકર બહેનોએ જણાવ્યું હતું.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.